મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

અવિરત ચિંતા: મોરબીમાં આજે બે વર્ષની બાળકી સહિત નવા ત્રણ કોરોનાના પોઝિટિવ કેસ


SHARE







અવિરત ચિંતા: મોરબીમાં આજે બે વર્ષની બાળકી સહિત નવા ત્રણ કોરોનાના પોઝિટિવ કેસ

મોરબી જીલ્લામાં મંગળવારથી કોરોના પોઝિટિવ કેસ સામે આવવા લાગ્યા છે અને ગઇકાલ સુધીમાં નવ કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા અને આજે પણ ટેસ્ટિંગમાટે સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાથી બે વર્ષની બાળકી સહિત કુલ મળીને નવા ત્રણ પોઝિટિવ કેસ  સામે આવ્યા છે

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ નવયુગ વિદ્યાલયમાં ભણતા સાત વિદ્યાર્થીઓ સહિત જીલ્લામાં છેલ્લા બે દિવસમાં કુલ મળીને નવ કોરોના પોઝિટિવ આવેલ છે જે દર્દીઓની સારવાર ચાલુ કરી દેવામાં આવી છે અને કોરોના પોઝિટિવ આવેલ લોકોના સંપર્કમાં આવેલા લોકોના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવેલ છે ત્યાર બાદ મોરબી જીલ્લામાં કોરોનાના ટેસ્ટિંગ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાં વધુ ત્રણ કેસ સામે આવેલ છે જેમાં મોરબી શહેરી વિસ્તારમાં ૪૭ વર્ષની એક મહિલા તેમજ મોરબી ગ્રામ્ય વિસ્તારના ૫૩ વર્ષની એક મહિલા અને બે વર્ષની બાળકીનો કોરોના પોઝીટીવ આવેલ છે અને આજે જે ત્રણ નવા કેસ આવેલ છે તેમાં બાળકી સિવાયના બંને પોઝીટીવ દર્દીઓએ વેક્સિનના બંને ડોઝ લીધેલ છે.






Latest News