ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE







હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ

હળવદ તાલુકાના જુદાજુદા ત્રણ ગામમાં આવેલ સરકારી જમીનને પચાવી પાડવા માટેનું કૌભાંડ કર્યું હતું જેથી હળવદ પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો જે ગુનામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે. અને આગળની કાર્યવાહી કરેલ છે.

હળવદના મામલતદાર અલ્કેશભાઇ પ્રફુલચંદ્ર ભટ્ટએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગત 9/11/25 ના રોજ રમેશભાઈ બાબાભાઈ કોળી, છગનભાઈ નાગજીભાઈ ધારિયાપરમાર, બીજલભાઇ અમરશીભાઈ કોળી, દલાભાઈ રણછોડભાઈ ડાભી, દિનેશભાઈ હમીરભાઇ વનાણી, રાઠોડ માવજીભાઈ ડાભાભાઇ, જશુબેન બાબુભાઈ કોળી, મંજુબેન રત્નાભાઇ કોળી અને વનાણી હમીરભાઈ વજુભાઈ સામે જુદાજુદા ત્રણ ગામમાં આવેલ સરકારી જમીન પચાવી પાડવા માટેના કૌભાંડની ફરિયાદ કરી હતી.

જે ગુનામાં અત્યાર સુધીમાં પોલીસે મુખ્ય સૂત્રધાર અને એક મહિલા સહિત કુલ 8 આરોપીને ઝડપી લીધા હતા અને હાલમાં આ ગુનામાં આરોપીને પકડવા માટે તેને હળવદ તાલુકા પીઆઇ આર.ટી, વ્યાસની સૂચના મુજબ અલગ અલગ ટીમો બનાવીને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી દરમિયાન આરોપી બીજલ અમરશીભાઈ ઝેઝરીયા રહે. અભેપર તાલુકો થાન વાળાની ધરપકડ કરવામાં આવેલ છે ઉલેખનીય છે કે, ગત તા. 26/3/2016 થી 17/7/2020 દરમિયાન આરોપીઓએ હળવદના કોયબા, ઘનશ્યામપુર અને સુંદરીભવાની ગામે રેવન્યુ રેક્ડે ચાલતી સરકારની અલગ અલગ રેવન્યુ સર્વે નંબર વાળી જમીનનું બનાવટી રેકોર્ડ ઉભુ કર્યું હતું

આટલું જ નહીં આ જમીન પચાવી પાડવા માટે સરકારી કચેરીના હોદ્દા વાળા બનાવટી રબર સ્ટેમ્પ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો અને પોતાના કબજામાં સ્ટેમ્પ રાખ્યા હતા અને જે તે સમયના સક્ષમ સત્તા અધિકારીઓની ખોટી સહી તથા ખોટા હુકમો કરી ત્રણેય ગામોની અલગ અલગ સર્વે નંબરની કુલ મળીને 344.27 વિધા સરકારી જમીનોની સરકારી કચેરીમાં નોંધ પડાવી પોતાના નામે કરી-કરાવીને કૌભાંડ કર્યું હતું. આ ગુનામાં સરકારી કચેરીના બે તત્કાલિન પટ્ટાવાળા સહિત આજ સુધીમાં કુલ મળીને 9 જેટલા આરોપીઓને પકડવા આવેલ છે.

પાસા હેઠળ જેલ હવાલે

હળવદ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના ગુનામાં અવારનવાર સંડોવાયેલ મયુરસિંહ રાઠોડ ની પાસા દરખાસ્ત મુકવામાં આવી હતી અને તે પાસા દરખાસ્તને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર કરીને પાસા વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું જેથી હળવદ તાલુકા પીઆઇ આર.ટી.વ્યાસની સૂચના મુજબ ટીમ દ્વારા પાસા હેઠળ મયુરસિંહ ઉર્ફે કાલી ભરતભાઈ રાઠોડ રહે. સુપર તાલુકો હળવદ વાળાને પકડીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે






Latest News