મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબી કાપડ મહાજન-રેડીમેઇડ ગારમેન્ટ એસો. દ્વારા જીએસટી વધારવાના નિર્ણયનો વિરોધ


SHARE







મોરબી કાપડ મહાજન-રેડીમેઇડ ગારમેન્ટ એસો. દ્વારા જીએસટી વધારવાના નિર્ણયનો વિરોધ

કેન્દ્ર સરકાર દ્વારા કાપડ અને રેડીમેઇડ ગારમેન્ટમાં ૧૨ ટકા જીએસટી કરેલ છે તે અસહ્ય હોવાથી તેને ઘટવાની ઠેરઠેરથી વેપારી સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે ત્યારે મોરબી કાપડ મહાજન અને રેડીમેઇડ ગારમેન્ટ એસોસિયેશ દ્વારા ગઇકાલે કલેકટરને આવેદનપત્ર આપીને ૫ ટકા જીએસટી રેટ કરી આપવા માટેની રજૂઆત કરવામાં આવી છે ત્યારે વેપોરીઓએ જણાવ્યુ હતું કે, તા.૧-૧-૨૨ થી કાપડ અને રેડીમેઇડ ગારમેન્ટમાં ૫ ટકાને બદલે ૧૨ ટકા જીએસટી કરવામાં આવેલ છે જેથી કરીને વેપારીઓની મુશ્કેલી વધશે અને કાપડ અને રેડીમેઇડ ગારમેન્ટ જીવન જરૂરિયાતની વસ્તુ છે તેના ઉપર જો ટેક્સ વધારવામાં આવશે તો સામાન્ય લોકો ઉપર પણ આર્થિક ભારણ વધી જશે જેથી કરીને આ આવશ્યક વસ્તુ ઉપર ટેક્સ વધારવામાં આવે નહિ અને જીએસટી રેટને યથાવત જ રાખવા માટેની મોરબીના વેપારી એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી છે અને ટેકસ વધારવાના સરકારના નિર્ણયનો વેપારીઓએ સખત વિરોધ કરેલ છે.






Latest News