મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ડ્રી પાસે સ્કોર્પિયોના ચાલકે ઉડાવતા રોડ ક્રોસ કરીને ચા પીવા જતાં ટ્રક ડ્રાઈવરને ગંભીર ઇજા


SHARE







વાંકાનેર બાઉન્ડ્રી પાસે સ્કોર્પિયોના ચાલકે ઉડાવતા રોડ ક્રોસ કરીને ચા પીવા જતાં ટ્રક ડ્રાઈવરને ગંભીર ઇજા

ધોરાજીના આધેડ ટ્રકમાં માલ ભરીને દહેજ તરફ જઈ રહ્યા હતા ત્યારે વાંકાનેર બાઉન્ડ્રી પાસે ટ્રક ઊભો રાખીને રોડ ક્રોસ કરીને ચા પીવા માટે જતા હતા ત્યારે ચોટીલા તરફથી આવતી સ્કોર્પિયો ગાડીના ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં આધેડને માથા, ડાબા ખભા, પાંસળી, પેટ અને કમરના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને હાલમાં ઇજાગ્રસ્ત આધેડના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણી સ્કોર્પિયો ગાડીને ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ધોરાજી ખાતે રહેતા જોસનાબેન દિનેશભાઈ કલોલા (54)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણી સ્કોર્પિયો ગાડીના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના પતિ દિનેશભાઈ ઓધવજીભાઈ કલોલા પોતાના હવાલા વાળો ટ્રક નંબર જીજે 12 વાય 9395 લઇને બાયોકોલ ભરીને ધોરાજીથી દહેજ ગામ તરફ જવા માટે નીકળ્યા હતા ત્યારે ગત તા. 29/3 ના રાત્રીના પોણા બે વાગ્યાના અરસામાં વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ બિસ્મિલ્લા હોટલ સામે તેઓ  પોતાનો ટ્રક રોડ સાઈડમાં ઉભો રાખીને રોડની સામેની સાઈડમાં આવેલ ચા ની હોટલે તેઓ ચા પીવા માટે થઈને રોડ ક્રોસ કરીને જઈ રહ્યા હતા દરમિયાન ચોટીલા તરફથી આવતી અજાણી સ્કોર્પિયો ગાડીના ચાલકે તેઓને હડફેટે લીધા હતા જેથી ફરિયાદીના પતિને માથા, ડાબા ખભા, પાંસળી, પેટ અને ડાબી બાજુ કમરમાં ગંભીર જાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાર બાદ આ બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલા આધેડના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News