મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં યુવાનનું અપહરણ કરીને બે શખ્સોએ માર માર્યો


SHARE











વાંકાનેરમાં યુવાનનું અપહરણ કરીને બે શખ્સોએ માર માર્યો

વાંકાનેરમાં રહેતા યુવાનને સાહેદે અગાઉ કરેલ અરજીનો ખાર રાખીને ધમકી આપી હતી અને એક્ટિવામાં બેસાડીને યુવાનનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ત્યાં લાકડાના ધોકા વડે યુવાનને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાને હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાંકાનેરના વેલનાથપરા ભારત ઓઇલ મિલની પાછળના ભાગમાં રહેતા હાર્દિકભાઈ પરસોત્તમભાઈ સરાવડીયા (23)એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે શામજીભાઈ ઉર્ફે શ્યામ દિનેશભાઈ દેલવાડીયા રહે વેલનાથ પરા અને રોકુ કોળી રહે. વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદીને આરોપીના મોટાભાઈના ઘરે અવાર નવાર જવાનું થતું હોય તેમજ સાહેદે આરોપી વિરુદ્ધ અરજી કરેલ હોય જે બાબતનો ખાસ રાખીને આરોપીઓએ ફરિયાદીને ધમકી આપી હતી અને બાદમાં એકટીવામાં બેસાડીને ફરિયાદીનું અપહરણ કરીને તેને લઈ ગયા હતા અને ત્યાં તેને ગાળો આપીને લાકડાના ધોકા વડે શરીરે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

કાર અને બાઇક વચ્ચે અકસ્માત

હળવદ ખાતે રહેતો અજયસિં બલવંતસિં મૌર્ય (24) નામનો યુવાન બાઇક લઈને માળીયા હળવદ હાઇવે રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News