મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે નિવૃત્ત એએસઆઇના દીકરાના ઘરમાં થયેલ ચોરીમાં અંતે ફરિયાદ લેવાઈ, ડોગ સ્કવોડ આવી


SHARE







મોરબીના વાવડી રોડે નિવૃત્ત એએસઆઇના દીકરાના ઘરમાં થયેલ ચોરીમાં અંતે ફરિયાદ લેવાઈ, ડોગ સ્કવોડ આવી

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ઓમ શાંતિ પાર્કમાં રહેતા નિવૃત્ત એ.એસ.આઇ.ના દીકરાના ઘરની અંદર તસ્કરે ધામા નાખ્યા હતા અને તેના ઘરની અંદરથી ચાંદીના દાગીના અને રોકડ સહિતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ હતી જે બનાવ નિવૃત એ.એસ.આઇ. દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી જો કે, પહેલા ચોરીના આ બનાવની ફરિયાદ લેવામાં આવી ન હતી જેથી વર્ષો સુધી પોલીસ બેડામાં ફરજ બજાવતા નિવૃત થયેલા પોલીસ કર્મચારીમાં રોષની લાગણી જોવા મળી રહી હતી અને અંતે પોલીસ પુત્રના ઘરમાં ૨૧,૫૦૦ ની ચોરી થયેલ છે તેવી ફરિયાદ લેવામાં આવી છે. 

મૂળ ખાખરાળાના રહેવાસી નિવૃત એ.એસ.આઈ. આયદાનભાઇ ગજીયાનો દીકરો હિતેશભાઈ આયદાનભાઇ ગજીયા (ઉમર ૩૦) મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ઓમ શાંતિ પાર્કમાં શેરી નંબર-૧ માં રહે છે જેનું મકાન માત્ર એક દિવસ બંધ હોય તેના ઘરને તસ્કર દ્વારા નિશાન બનાવવામાં આવેલ હતું અને તેના ઘરની અંદરથી ચાંદીના કડલા, ચાંદીના સંકળા તેમજ રોકડ રકમની ચોરી કરવામાં આવેલ હતી જે બનાવની નિવૃત્ત એ.એસ.આઈ. દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન તેમજ મોરબી જિલ્લા કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી જો કે, તેઓની ફરિયાદ લેવામાં આવી ન હતી જેથી કરીને નિવૃત એ.એસ.આઈ.એ રોષની લાગણી વ્યક્ત કરી હતી ત્યાર બાદ હાલમાં ખાખરાળા ગામે રહેતા નિવૃત એ.એસ.આઈ.ના દીકરા જીતેન્દ્રભાઇ આયદાનભાઇ ગજીયા જાતે બોરીચા (ઉ.૩૪)ની ચોરીના આ બનાવમાં ફરિયાદ લેવામાં આવી છે અને તેને જણાવ્યું છે કે, તેનું વાવડી રોડ ઉપર ઓમ શાંતિ પાર્કમાં મકાન આવેલ છે જેનું તાળું તોડીને તસ્કરે ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રાખેલા કબાટમાથી રોકડા ૨૦,૦૦૦ તેમજ ૧૫૦૦ ની કિંમતના ચાંદીના દાગીના એમ કુલ મળીને ૨૧૫૦૦ ની ચોરી કરેલ છે.






Latest News