મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો


SHARE







વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો

વાંકાનેરમાં જકાતનાકા રિક્ષા સ્ટેન્ડ પાસે યુવાન પોતાની રિક્ષામાં પેસેન્જર બેસાડતો હતો તે બાબતે એક શખ્સની સાથે બોલાચાલી અને જપાજપી થઈ હતી ત્યારબાદ તેને ગાળો આપવામાં આવી હતી અને અન્ય બે શખ્સો ત્યાં લોખંડના પાઇપ સાથે આવ્યા હતા અને યુવાનને વાસ તથા જમણા પગમાં પાઇપ મારીને ફેક્ચર જેવી ઇજા કરી હતી જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ત્રણ શખ્સો સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

વાંકાનેરમાં આવેલ પેડક સોસાયટી હાથીખાના શેરી ખાતે રહેતા દીપકભાઈ કાનાભાઈ ધેણોજા (35) એ હાલમાં ફિરોજ મુસા, અકબર મુસા અને સાહિલ મુસા રહે.ત્રણેય વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે વાંકાનેર મોરબી હાઇવે રોડ ઉપર જકાતનાકા રીક્ષા સ્ટેન્ડ પાસે તેઓ પોતાની રિક્ષામાં પેસેન્જર બેસાડતા હતા તે બાબતે તેને ફિરોજ મુસા સાથે બોલાચાલી અને જપાજપી થઈ હતી અને ત્યારે આરોપીએ તેને ગાળો આપી હતી ત્યારબાદ અકબર મુસા અને સાહિલ મુસા લોખંડના પાઇપ સાથે ત્યાં આવ્યા હતા અને ત્યાં ફરિયાદીનો કાંઠલો પકડીને તેને પાઇપ વડે વાસા અને જમણા પગના ભાગે માર મારીને ફેક્ર જેવી ઈજા કરી હતી જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ અત્યારે પોલીસે હાલમાં ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News