મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા મોરબીના ખાનપર ખાતે ૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા મોરબી જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાશે મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેના હસ્તે પાકિસ્તાનથી સ્થળાંતરિત થયેલા નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા
Breaking news
Morbi Today

હળવદના ગોલાસણ ગામે વાડીએ જાટકાના વાયરમાંથી શોર્ટ લાગતા યુવાનનું મોત


SHARE







હળવદના ગોલાસણ ગામે વાડીએ જાટકાના વાયરમાંથી શોર્ટ લાગતા યુવાનનું મોત

હળવદના ગોલાસણ ગામની સીમમાં આવેલ વાડીએ યુવાન મગફળીના વાવેતરમાં પાણી વાળતો હતો દરમિયાન જાટકાના વાયરને અડી જવાના કારણે તે યુવાને શોટ લાગ્યો હતો અને યુવાનનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની મૃતક યુવાનના માતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ રાપર તાલુકાનાં પલાસવા ગામના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં રહેતા અને મજૂરી કામ કરતા નરેશભાઈ ધનજીભાઈ ઉર્ફે ધનાભાઈ કોળી (27) નામના યુવાનને ગોલાસણ ગામની સીમમાં નારણભાઈ સાવડીયાની વાડીએ કામ કરતો હતો અને ત્યારે મગફળીના વાવેતરમાં પાણી વાળતા સમયે કોઈપણ કારણોસર જાટકાના વાયરને અડી જતા શોર્ટ લાગ્યો હતો જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને આ બનાવ અંગેની મૃતક યુવાનના માતા બબીબેન ધનજીભાઈ કોળી (50) રહે હાલ ગોલાસણ વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News