મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી


SHARE







વાંકાનેરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી

વાંકાનેરના આરોગ્યનગર વિસ્તારમાં રહેતા યુવાનના દીકરા સાથે સામુ જવાબ બાબતે અગાઉ બોલાચાલી થઈ હતી જે બાબતે સમાધાનની વાત ચાલુ હતી તેવામાં યુવાનના બીજા દીકરાની સાથે બોલાચાલી ઝઘડો કરીને ગાલ ઉપર ધોલ મારી હતી તથા ઢીકાપાટુનો માર મારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપેલ છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરના આરોગ્યનગરમાં જોશી હોસ્પિટલ વાળી શેરીમાં રહેતા લાલજીભાઈ બાબુભાઈ સારદિયાએ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે રફિકભાઈ ઉમરભાઈ સદવાણી રહે. આરોગ્યનગર વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના દીકરા મેરુને આરોપી સાથે સામું જોવા બાબતે બોલાચાલી થઈ હતી અને સમાધાનની વાત ચાલુ હતી દરમિયાન ગત તા. 3/5 ના રોજ રાત્રે 10 વાગ્યે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને ફરિયાદીના દીકરા જતીન સાથે ઝપાઝપી કરીને બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને ગાલ ઉપર ધોલ મારીને ઢીકાપાટુનો માર માર્યો હતો તથા ગાળો બોલીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હતી. જેથી હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે શરૂ કરેલ છે.

અકસ્માત થતા કારમાં નુકશાન

હળવદના સરા રોડ ઉપર આવેલ સ્વામિનારાયણનગર સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ શામજીભાઈ પરમાર (33)હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટેન્કર નંબર જીજે 12 બીવાય 8605 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, સરા ચોકડી પાસેથી તેઓ પોતાની કાર નંબર જીજે 36 કે 2137 લઈને પસાર થયા હતા ત્યારે ટેન્કર ચાલકે તેની કારને ટક્કર મારી હતી જેથી કરીને કારમાં ખાલી સાઇડના બંને દરવાજામાં તેમજ ડ્રાઇવર સાઈડના પાછળના દરવાજામાં નુકસાન થયું છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News