મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડ ઉપરના સોસાયટી વિસ્તારમાં રજડતા કૂતરાએ 20 થી વધુ લોકોને બચકા ભર્યા


SHARE













મોરબીના શનાળા રોડ ઉપરના સોસાયટી વિસ્તારમાં રજડતા કૂતરાએ 20 થી વધુ લોકોને બચકા ભર્યા

મોરબીના શનાળા રોડ પર આવેલ જુદી જુદી સોસાયટી વિસ્તારની અંદર ગઇકાલે સાંજના સમયે રજડતા કૂતરાએ આતંક મચાવ્યો હતો અને એક બે નહીં પરંતુ 20 થી વધુ લોકોને બચકા ભરી લીધા હતા જેથી તે તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને રજડતા કૂતરા અવાર નવાર લોકોને બચકા ભરતા હોય મહાપાલિકાની ટીમ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે

મોરબીના શનાળા રોડ પર આવેલ જીઆઇડીસી પાસે ચિત્રકૂટ અને આસપાસની સોસાયટી વિસ્તારની અંદર ગઇકાલે સાંજના સમયે રજડતા કૂતરાએ આતંક મચાવી દીધો હતો અને રસ્તા ઉપરથી પસાર થતાં બાળકોમહિલાયુવાનવૃદ્ધો વગેરેને નિશાન બનાવ્યા હતા અને તેઓને શરીરે બચકા ભરી લીધા હતા જેથી ઈજા પામેલા લોકોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલને અન્ય જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા અને અવારનવાર શહેરના જુદા જુદા વિસ્તારની અંદર રજડતા કુતરા લોકોને બચકા ભરી લેતા હોવાના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળતો હોય છે અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા રજડતા કૂતરાને પકડવા માટેની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોએ લાગણી વ્યક્ત કરેલ છે






Latest News