મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના આંદરણા-નીચી માંડલ વચ્ચે ડબલ સવારી બાઇક આડે ડમ્પર નાખતા સર્જાયેલ અકસ્માતમાં બે સગા ભાઈને ઇજા થતાં સારવારમાં


SHARE













મોરબીના આંદરણા-નીચી માંડલ વચ્ચે ડબલ સવારી બાઇક આડે ડમ્પર નાખતા સર્જાયેલ અકસ્માતમાં બે સગા ભાઈને ઇજા થતાં સારવારમાં

મોરબીના આંદરણા અને નીચી માંડલ ગામ વચ્ચેથી ડબલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે ડમ્પર ચાલકે અચાનક તેનું વાહન બાઈકની આડે નાખતા બાઈક ડમ્પર સાથે અથડાયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં બાઇક ઉપર જઈ રહેલા બે સગા ભાઈઓને ઇજા થઈ હતી જેથી તે બંનેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં ઇજાગ્રસ્ત યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે 

હળવદના રણછોડગઢ ગામે રહેતા દેવજીભાઈ રાજુભાઈ સારલા (19)એ હાલમાં ડમ્પર નંબર જીજે 36 એક્સ 1161 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ આંદરણા અને નીચી માંડલ ગામ વચ્ચે સિરામિક કારખાના સામેથી ફરિયાદી તથા તેનો નાનો ભાઈ અલ્પેશ બંને ગોપાલભાઈનું બાઈક નંબર જીજે 36 એબી 2157 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ડમ્પર ચાલકે બેદરકારીથી વાહન ચલાવ્યું હતું અને રોડ ઉપર બાઈકની આડે ડમ્પર નાખ્યું હતું જેથી બાઈક ડમ્પર સાથે અથડાતા અકસ્માત થયો હતો અને ફરિયાદી તથા તેનો ભાઈ અલ્પેશ બંને બાઇક ઉપરથી નીચે પડી ગયા હતા બનાવમાં ફરિયાદીને જમણા હાથની કોણીમાં ઈજા થઈ હતી જ્યારે તેના ભાઈ અલ્પેશને ગુપ્ત ભાગે નળીમાં ઈજા થવાથી બંનેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News