વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીમાં રઘુવંશી યુવક મંડળ આયોજીત વિવિધ સ્પર્ધામાં ૩૩૫ બાળકોએ ભાગ લીધો


SHARE







મોરબીમાં રઘુવંશી યુવક મંડળ આયોજીત વિવિધ સ્પર્ધામાં ૩૩૫ બાળકોએ ભાગ લીધો

મોરબીના રઘુવંશી યુવક મંડળ દ્વારા તા.૨૬ મી ડિસેમ્બરને રવિવારના રોજ રમત-ગમત તેમજ ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરાયુ હતુ.જેમાં ૩૩૫ બાળકોએ ભાગ લીધો હતો.

મોરબીના રવાપર રોડ પાસે મોરબી નાગરીક બેંકની સામે આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે રમત-ગમત સ્પર્ધા યોજાઇ હતી.સમાજના બાળકો માટે રમત-ગમત, ડાન્સ અને વેશભૂષા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જે સ્પર્ધામાં રમત-ગમત હરીફાઈમાં ૨૫૦ જેટલા બાળકોએ તેમજ ડાન્સ અને વેશભૂષા હરીફાઈમાં ૮૫ થી બાળકોએ ભાગ લીધો હતો.દરેક હરીફાઈમાં પ્રથમ ત્રણ વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા.  બાળકોએ રજુ કરેલ સુંદર ડાન્સ તેમજ અવનવી વેશભૂષાએ મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સંસ્થાના પ્રમુખ સુનીલ ચંદારાણા અને મહામંત્રી રોનક કારીયા, પરીમલ ઠકકર સહીતની ટીમે કાર્યક્રમ સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

 




Latest News