મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા બાળકોના જન્મદિવસની દાનરાશિમાંથી ૧૦૦ તાડપત્રીનું વિતરણ કરાયું  મોરબીમાં મિત્ર સાથેના જૂના ઝઘડાનો ખાર રાખીને છરી, ધોકા અને પાઈપ વડે હુમલો: યુવાનને છરીના ઘા ઝીકયા, 5 સામે ફરિયાદ વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં અને મોરબીના રાજપર ગામે ઇલેક્ટ્રીક શૉટ લાગતાં એક-એક યુવાનનું મોત મોરબીના સનાળા ગામે જાહેરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 વ્યક્તિ 51,600 ની રોકડ સાથે પકડાયા વાંકાનેરના સરતાનપર રોડે બંધ પડેલા ટ્રકને રીપેર કરતાં સમયે માથા ઉપર જોઇન્ટ પડતાં ઇજા પામેલા યુવાનનું મોત સરકાર કયારે જાગશે?: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલનમાં બે મહિલા ઉપવાસની તબિયત લથડી ગાંધીનગર ખાતે સરકાર સાથે ચર્ચા કરવા જવાનો મોરબીના જેતપર ગામના ખેડૂતોનો ઇનકાર: યોગ્ય વળતર માટે 6 સ્પષ્ટ માંગણી ખેડૂતોએ મોકલવી દીધી મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના વનાળિયા ગામે છરીના ઘા મારીને યુવાનની હત્યા કરનારા કૌટુંબિક કાકાની ધરપકડ


SHARE











મોરબીના વનાળિયા ગામે છરીના ઘા મારીને યુવાનની હત્યા કરનારા કૌટુંબિક કાકાની ધરપકડ

મોરબીના વનાળીયા ગામે રહેતા યુવાનના ઘર પાસે તેને કૌટુંબિક કાકા ગાળો બોલતા હતા જેથી યુવાને તેને ગાળો બોલવાની ના પાડી હતી જે બાબતનો ખાર રાખીને યુવાન ઉપર તેના કૌટુંબીક કાકાએ છરી વડે હુમલો કર્યો હતો અને તેને પેટ અને કમરના ભાગે છરીના જીવલેણ ઘા માર્યા હતા જે બનાવમાં ઇજા પામેલા યુવાનનું મોત નીપજયું હતું જેથી બનાવ હત્યામાં પલટાયો હતો અને આ બનાવ સંદર્ભે પોલીસે મૃતક યુવાનના પિતાની હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેથી કરીને આ ગુયાનમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના વનળીયા ગામે રહેતા મહેશ ગોરધનભાઈ રાઠોડ (28) નામના યુવાનને ગુરુવારે ગતરાત્રિના આઠેક વાગ્યાના અરસામાં તેના કૌટુંબી કાકા સુરેશભાઈ કાનજીભાઈ રાઠોડએ પેટ અને કમરના ભાગે છરીના ઘા માર્યા હતા જેથી ઇજા પામેલા મહેશને સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા મહેશભાઈનું મોત નીપજ્યું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો આ બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક યુવાનના પિતા ગોરધનભાઈ જગાભાઈ રાઠોડએ હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓના દીકરા મહેશ રાઠોડના ઘર પાસે ફરિયાદીનો કૌટુંબિક ભાઈ સુરેશભાઈ કાનજીભાઈ રાઠોડ ગાળો બોલતા હતા જેથી મહેશએ તેને ગાળો બોલવાની ના પાડી હતી જે બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી ત્યારબાદ સુરેશભાઈએ મહેશને છરીના પેટ તેમજ કમરના ભાગે ઘા માર્યા હતા જે તેનું મોત નીપજયું છે હાલમાં પોલીસે હત્યાના આ ગુનામાં આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે આરોપી સુરેશભાઈ કાનજીભાઈ રાઠોડ (34) રહે. વનાળિયા વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે. અને આગળની કાર્યવાહી કરી છે.






Latest News