મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર નજીક રિક્ષાની પાછળ સુપર કેરી ગાડી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મુસાફર યુવાનનું મોત


SHARE







મોરબીના રફાળેશ્વર નજીક રિક્ષાની પાછળ સુપર કેરી ગાડી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મુસાફર યુવાનનું મોત

મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ રફાળેશ્વર ગામ નજીક સુપર કેરી ગાડીના ચાલકે સીએનજી રીક્ષાને પાછળથી ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં રીક્ષા ચાલકને ઈજાઓ થઈ હતી તેમજ તેમાં બેઠેલા એક મુસાફરને ગંભીર ઈજથાઇ હોવાથી તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં રીક્ષા ચાલકે ફરિયાદ નોંધાવતા પોલીસે સુપર કેરી ગાડીને ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી તાલુકાના નીચીમાંડલ ગામે સ્કૂલની પાછળના ભાગમાં રહેતા અને રીક્ષા ચલાવવાનું કામ કરતા મુકેશભાઈ રમેશભાઈ સોલંકી (38)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુપર કેરી ગાડી નંબર જીજે 27 ટીજી 6474 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેને જણાવ્યુ છે કે, વાંકાનેર મોરબી નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસેથી તેઓ પોતાની સીએનજી રીક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 2215 લઈને પસાર થઈ રહ્યા હતા અને તેમાં મુસાફર તરીકે રબીભાઈ અને ઉત્તમકુમાર બેઠા હતા દરમિયાન પાછળથી આરોપીએ તેની સુપર કેરી ગાડી રિક્ષામાં અથડાવી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં રબીભાઈને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી જ્યારે ઉત્તમકુમારને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે હાલમાં રીક્ષા ચાલકે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ઝેરી દવા પીધી

હળવદ તાલુકાના સૂર્યનગર ખાતે રહેતા જશુબેન કાળુભાઈ બહાપિયા (48)એ કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

હળવદના શંકરપરા વિસ્તારની અંદર રહેતા નિતેશભાઇ લવજીભાઈ કંઝારીયા (52) અને રમાબેન નિતેશભાઈ કંઝારીયા (46)ને મેરુપરના પાટિયાથી સુંદરગઢ ગામ તરફ જવાના રસ્તા ઉપર પૂલ નજીક અકસ્માતના બનાવમાં ઈજા થઇ હોવાથી ત્યાં તેઓને સારવાર આપીને અકસ્માતના બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News