સરકાર કયારે જાગશે?: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલનમાં બે મહિલા ઉપવાસની તબિયત લથડી ગાંધીનગર ખાતે સરકાર સાથે ચર્ચા કરવા જવાનો મોરબીના જેતપર ગામના ખેડૂતોનો ઇનકાર: યોગ્ય વળતર માટે 6 સ્પષ્ટ માંગણી ખેડૂતોએ મોકલવી દીધી મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઘરની દીવાલમાં પાણી આવવા બાબતે બે સગા ભાઈના પરિવાર વચ્ચે માથાકૂટ થતા સામસામે મારામારી


SHARE











વાંકાનેરમાં ઘરની દીવાલમાં પાણી આવવા બાબતે બે સગા ભાઈના પરિવાર વચ્ચે માથાકૂટ થતા સામસામે મારામારી

વાંકાનેરના નવાપરા વિસ્તારમાં પાડોશમાં રહેતા બે સગા ભાઈના ઘરની વચ્ચે દિવાલ આવેલ છે તેમાં પાણી આવવા બાબતે બોલાચાલી થઈ હતી અને ઝઘડો થયો હતો ત્યારબાદ બંને પક્ષેથી મારામારી પણ કરવામાં આવી હતી જેથી ઇજા પામેલ લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે બંને પક્ષેથી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરના નવાપરા જીઆઇડીસી પાસે દેવીપુજક વાસમાં રહેતા દિનેશભાઈ કેશુભાઈ ભોજવીયા (27)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે કંચનબેન ઝવેરભાઈ ભોજવિયા, ઝવેરભાઈ રાયસીંગભાઇ ભોજવીયા, જયંતી રાયસીંગભાઇ ભોજવીયા, આકાશ જયંતીભાઈ ભોજવીયા અને અજય ઝવેરભાઈ ભોજવીયા રહે. વાકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે તેઓના ઘરમાંથી બાજુમાં રહેતા તેના કાકા ઝવેરભાઈના ઘરની દિવાલમાં પાણી ઉતરતું હતું જે બાબતે આરોપીઓને સારું નહીં લાગતા કંચનબેને જ્યોતિબેનને વાળ પકડીને પછાડી દીધા હતા અને ફરિયાદી તથા સાહેબ જ્યોતિબેનને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ઝવેરભાઈએ ફરિયાદીને લાકડાના ધોકા વડે મારમારીને ઇજા કરી હતી જ્યારે બાકીના ત્રણેય આરોપીઓએ સાહેદ રાજેશને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો. જેથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જ્યારે સામાપક્ષેથી વાંકાનેર નવાપરા દેવીપુજક વાસ પાસે રહેતા ઝવેરભાઈ રાયસીંગભાઇ ભોજવીયા (45)એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જ્યોતિબેન રાજેશભાઈ ભોજવિયા, દિનેશ કેશુભાઈ ભોજવીયા, કેશુભાઈ રાયસીંગભાઇ ભોજવીયા, રાજેશ કેશુભાઈ ભોજવીયા અને રોહિત કેશુભાઈ ભોજવીયા રહે. બધા વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીની બાજુમાં રહેતા તેના ભાઈ કેશુભાઈના ઘરમાંથી તેઓની દીવાલમાં પાણી આવતું હતું જેથી કરીને પાણી ન આવે તે માટે ત્યાં સમારકામ કરાવવા માટે કહ્યું હતું જે આરોપીઓને સારું નહીં લાગતા જ્યોતિબેન અને દિનેશભાઈએ ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી જ્યારે અન્ય ત્રણ આરોપીઓએ ભેગા મળી ઈંટના કટકાના છૂટા ઘા કરીને ફરિયાદી તથા સાહેદ મેહુલને મૂઢ ઇજા કરી હતી તેમજ પૂજાબેનને ઇંટનો છૂટો ઘા મારીને હાથની કોણી પાસે ઇજા કરી હતી તેમજ સંજયને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો જેથી ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલા કુલ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News