મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 1.93 કરોડનો દારૂ-બિયર ભરેલ ટ્રક પકડવાના ગુનામાં 5 મહિને 3 આરોપી પકડાયા: રિમાન્ડ લેવા તજવીજ ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન
Breaking news
Morbi Today

હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ


SHARE







હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ

હળવદમાંથી પસાર થતી નર્મદની કેનાલમાં બે સગા ભાઈ ન્હાવા માટે પડ્યા હતા ત્યારે કોઈન કારણોસર તે બંને પાણીમાં ડૂબી ગયા હતા જેથી કરીને આ બનાવની ફાયરની ટીમને જાણ કરતાં ફાયરની ટિમ ત્યાં દોડી આવી હતી અને કેનાલમાં ડૂબી ગયેલા બાળકોની શોધખોળ શરૂ કરી હતી અને હજુ સુધીમાં એક બાળકનો મૃતદેહ મળી આવેલ છે. જો કે, બીજા બાળકની હજુ શોધખોળ ચાલી રહી છે.

હાલમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કર્ણાટકથી યુવાન તેના ટ્રકમાં પાવડર ભરીને મોરબી જીલ્લામાં આવ્યો હતો અને ટ્રકમાંથી પાવડર ખાલી કર્યા પછી હળવદથી યુવાન તેનો ટ્રક લઈને મોરબી તરફ આવી રહ્યો હતો ત્યારે હળવદની મોરબી ચોકડી પાસેથી પસાર થતી નર્મદની કેનાલ નજીક યુવાન કુદરતી હાજતે ગયો હતો ત્યારે તે યુવાનની સાથે ટ્રકમાં આવેલા તેના બે દીકરા સુભાષભાઈ શિવકુમાર (15) અને સિતેશભાઈ શિવકુમાર (14) બંને નર્મદાની કેનાલમાં ન્હાવા માટે ગયા હતા ત્યારે કોઈ કારણોસર તે બંને સગા ભાઈ પાણીમાં ડૂબી ગયા હતા જેથી કરીને આ  બનાવની હળવદ પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી ફાયરની ટિમ ત્યાં દોડી આવી હતી અને કેનાલમાં ડૂબી ગયેલા બાળકોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી તેવામાં કેનાલમાંથી એક બાળકની લાશ મળી આવી છે જો કે, બીજા બાળકને શોધવા માટેની હજુ પણ કવાયત કરવામાં આવી રહી છે. અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે.






Latest News