હું તને જોઈ લઈશ કહીને વાંકાનેર સિવિલમાં ડોક્ટરને થપાટ મરનારા નગરપાલિકાના પૂર્વ પ્રમુખના દીકરા સહિતના બે સામે ગુનો નોંધાયો મોરબી RTO દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ તાલુકાઓમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજાયા મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેએ હરબટીયાળી ગામે SMAM યોજનાના લાભાર્થીઓ અને ફાર્મની લીધી રૂબરૂ મુલાકાત મોરબીના કલેકટરે જબલપુર ખાતે બાયો ઈનપુટ રિસોર્સ સેન્ટરની લીધી મુલાકાત નમો સેવા ગાથા: મોરબીના નાગડાવાસ, પાનેલી અને લીલાપર રોડ ખાતે શેરી નાટકો યોજાયા મોરબીના જેતપર ગામના ખેડૂતોનું શુક્રવારે ધરાર એમઆરસી કમિટી મુદે મહિલા-બાળકો સાથે કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ મોરબીમાં કામ દરમ્યાન ઉંચાઇએથી પડી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત મોરબીમાં નજીક આરટીઓના અધિકારી ટ્રકને રોકતા ડ્રાઇવરે પાઇપ વડે હુમલો કરીને ગાર્ડનું માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબી નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવતા એક સપ્તાહ સુધી ઓફલાઈન શિક્ષણ બંધ


SHARE









મોરબી નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવતા એક સપ્તાહ સુધી ઓફલાઈન શિક્ષણ બંધ

મોરબી શહેરમાં ગઈકાલે કોરોનાના બે પોઝિટિવ કેસ સામે આવ્યા હતા જેમાંનો એક ધોરણ ૧૨ સાયન્સનો વિદ્યાર્થી હતો અને આ વિદ્યાર્થી મોરબીના શનાળા રોડ ઉપર આવેલ નવયુગ વિદ્યાલયમાં ધોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતો હતો જેથી કરીને આજે આરોગ્ય વિભાગની ટીમ આ શાળામાં અભ્યાસ કરતાં અન્ય ૧૧૯ વિદ્યાર્થીઓના સેમ્પલ લેવામાં આવેલ છે અને વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને નવયુગ વિદ્યાલયના સંચાલક દ્વારા એક સપ્તાહ સુધી ઓફલાઈન શિક્ષણ બંધ કરીને શાળા દ્વારા વિદ્યાર્થીઓને ઘરે બેઠા જ ઓનલાઇન શિક્ષણ પૂરું પાડવામાં આવશે

મોરબી જિલ્લામાં થોડા સમય માટે કોરોનાની બ્રેક લાગ્યા બાદ ફરી પાછા સમયાંતરે કોરોનાના કેસ સામે આવવા લાગ્યા છે અને ગઇકાલની વાત કરીએ તો મોરબી જિલ્લામાં બે કોરોનાના કેસ સામે આવેલ છે જેમાં એક ધો.૧૨ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી છે અને આ વિદ્યાર્થી મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરે છે જેથી કરીને મોરબી જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગની ટીમ આજે મોરબીની નવયુગ વિદ્યાલય ખાતે પહોંચી હતી અને વિદ્યાર્થીના સંપર્કમાં આવેલ ૧૧૯ જેટલા વિદ્યાર્થીઓના ટેસ્ટિંગ માટે આજે સેમ્પલ લેવામાં આવ્યા છે આ ઉપરાંત શાળાના શૈક્ષણિક સ્ટાફમાંથી પણ કેટલાક લોકોના કોરોનાના ટેસ્ટિંગ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે

અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીની નવયુગ વિદ્યાલયની અંદર હાલમાં કોરોનાનાનો એક પોઝિટિવ કેસ વિદ્યાર્થીમાં સામે આવ્યો છે જેથી કરીને શાળાના સંચાલક દ્વારા વિદ્યાર્થીઓનું હિત ધ્યાનમાં રાખીને અન્ય વિદ્યાર્થીઓ કે શૈક્ષણિક સ્ટાફ પણ કોરોનાથી સંક્રમીત ન થાય તે માટે શાળાની અંદર એક સપ્તાહ સુધી તમામ વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે અને આગામી એક સપ્તાહ સુધી તમામ વિધાર્થીઓને શાળા તરફથી ઓનલાઇન શિક્ષણ પૂરું પાડવામાં આવશે જેથી કરીને વિદ્યાર્થીઓ પોતાના ઘરે બેઠા જ શિક્ષણ મેળવી શકશે આટલું જ નહીં પરંતુ જે મંથલી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે તે શાળા દ્વારા હાલમાં લેવામાં આવશે નહીં અને આગામી સમયમાં લેવા છે તેવું પણ શાળા દ્વારા તમામ વિદ્યાર્થી અને તેના વાલીઓને જાણ કરવામાં આવેલ છે




Latest News