મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે રોડના કામમાં મુકેલ આડશની દોરી બાઈકમાં ભરાતા નીચે પડેલ યુવાનનું બીજું વાહન ફરી વળતાં મોત


SHARE







મોરબીના મકનસર પાસે રોડના કામમાં મુકેલ આડશની દોરી બાઈકમાં ભરાતા નીચે પડેલ યુવાનનું બીજું વાહન ફરી વળતાં મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર મકનસર ગામથી પાસેથી પસાર થઇ રહેલ બાઇકચાલકના બાઈકમાં હાઇવે ઉપર ચાલતા કામ માટે મૂકવામાં આવેલ આડશની દોરી ભરાઇ હતી જેથી બાઇક ચાલક નીચે રસ્તા પર પડી ગયો હતો અને તેની પાછળ આવી રહેલ વાહન તેના ઉપર ફરી વળ્યું હતું અને યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને આ બનાવમાં પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી વાંકાનેર હાઇવે ઉપર અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે અહી હાઇવે ઓથોરિટીએ સર્વે કરવાની જરૂર છે છેલ્લા ઘણા સમયથી રસ્તામાં પડેલા ખાડાઓને બુરવા માટે થઈને કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ ટ્રાફિકજામ સહિતના પ્રશ્નો ઊભા થતા હોય છે ત્યારે તા ૨૮ ના રોજ બપોરે ૧૨ વાગ્યે મોરબી વાંકાનેર હાઇવે ઉપર મકનસર પાસે આવેલ સરતાનપર ચોકડી પાસેથી પસાર થઇ રહેલ બાઈક ચાલક જેઠાલાલ ગાંગજીભાઇ ગોરી જાતે ભાનુશાલી (૩૮) ધંધો ટ્રાન્સપોર્ટમાં નોકરી, ગાયત્રીનગર વાંકાનેર વાળાનાં બાઈકમાં દોરી ફસાઈ હતી જેથી બાઇકચાલક નીચે રસ્તા ઉપર પટકાયો હતો અને તેની પાછળ આવી રહેલ વાહન ચાલકે પોતાનું વાહન તેના ઉપરથી ફેરવી દીધું હતું જેથી આશાસ્પદ યુવાનનું ઘટનાસ્થળે મૃત્યુ નીપજયુ હતું અને આ અકસ્માત સર્જીને વાહન ચાલક પોતાનું વાહન લઇને ઘટના સ્થળેથી નાસી છુટયો હતો વધુમાં જાણવા મળતી માહિતી મુજબ યુવાનના મોતથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે આ ઘટનામાં મૃતક યુવાનના ભાઇ લાલજીભાઇ (વિજયભાઈ) દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવા માટે કવાયત કરવામાં આવી હોય તપાસ અધિકારી અજીતસિંહ પરમારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઝેરી દવા પી લેતા સારવારમાં

જામનગરના જોડીયા તાલુકામાં આવેલા પીઠડ ગામે રહેતી મંગાબેન કેલીયાભાઇ ભીલ નામની ૧૫ વર્ષીય સગીરાએ વાડી વિસ્તારમાં કોઇ અકળ કારણોસર ઝેરી દવા પી લેતાં મંગાબેનને અહીંની મંગલમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી જેને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને જોડીયા પોલીસને જાણ કરી હતી. જ્યારે વાંકાનેરના તાલુકાના સત્તાપર ગામે રહેતી આરતીબેન સુરેશભાઇ પુનાભાઇ કીહલા નામની ૨૧ વર્ષીય મહિલા તેના ઘેર કોઈ કારણોસર ઝેરી દવા પી જતાં તેણીને પણ સારવાર માટે અહીં મંગલમ હોસ્પિટલ ખસેડાઇ હતી જેને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ તપાસ કરીને બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.






Latest News