મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા મોરબીના ખાનપર ખાતે ૧૧મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા મોરબી જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધા યોજાશે મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેના હસ્તે પાકિસ્તાનથી સ્થળાંતરિત થયેલા નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપ મહામંત્રીના જન્મદિન નિમિત્તે કાલે હળવદમાં રકતદાન કેમ્પ 


SHARE







મોરબી જિલ્લા ભાજપ મહામંત્રીના જન્મદિન નિમિત્તે કાલે હળવદમાં રકતદાન કેમ્પ 

હળવદના સેવાભાવી અગ્રણી, ગૌભક્ત અને મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના ૩૫મા જન્મદિનને યાદગાર અને પ્રેરણાદાયી બનાવવાના શુભ આશય સાથે હળવદ ખાતે એક વિશાળ સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. વર્તમાન ગરમીના દિવસોમાં બ્લડ બેંકોમાં લોહીની વધતી જતી અછતને ધ્યાને રાખી, જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે તેવા ઉમદા હેતુથી આ સેવાકીય પ્રકલ્પ હાથ ધરાયો છે.

આ રક્તદાન શિબિર આગામી તા. ૨૮ એપ્રિલ ૨૦૨૬, મંગળવારના રોજ સાંજે ૪:૦૦ થી ૮:૦૦ કલાક દરમિયાન બજરંગ બેન્કવેટ હોલ (AC), આગમન પાર્ટી પ્લોટ સામે, મોરબી-માળિયા ચાર રસ્તા પાસે, હળવદ ખાતે યોજાશે. આ શિબિર દરમિયાન એકત્રિત કરવામાં આવનાર રક્તનો જથ્થો સિવિલ હોસ્પિટલ-અમદાવાદ, સિવિલ હોસ્પિટલ-મોરબી, શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ (ટીબી હોસ્પિટલ-સુરેન્દ્રનગર), શ્રી રામ બ્લડ સેન્ટર-ધ્રાંગધ્રા તેમજ શ્રી સંસ્કાર બ્લડ બેંક-મોરબી ખાતે સારવાર હેઠળના દર્દીઓ માટે મોકલવામાં આવશે. આ આયોજનને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ (હળવદ શહેર/ગ્રામ્ય), યુવા ભાજપ, પાટિયા ગ્રુપ, રોટરી ક્લબ-હળવદ, છોટાકાશી હળવદ યુવા ગ્રુપ, ફ્રેન્ડ્સ યુવા ગ્રુપ, દિલ સે ફાઉન્ડેશન, HPL ગ્રુપ, ધર્મપ્રેમી સેવા મંડળ તથા આઈ શ્રી ખોડિયાર રામદેવ રામામંડળ (ગોરી દરવાજા) જેવી વિવિધ સંસ્થાઓ ખભેખભા મિલાવી સહયોગ આપી રહી છે.




Latest News