મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો


SHARE











મોરબીના રવાપર ગામે કાર્ગો કાફેના પાર્ટનર-મેનેજરે યુવાનને માર માર્યો

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ રામેશ્વર પાર્ટી પ્લોટ સામે કાર્ગો કાફે ખાતે ગયેલ યુવાનને ત્યાંના મેનેજર અને પાર્ટનર દ્વારા ગાળો આપીને ઢીકાપાટુનો તેમજ પ્લાસ્ટિકના પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામે યુવાને સારવાર લીધા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે

મોરબીના જીઆઇડીસી રોડ પર આવેલ પંચવટી સોસાયટી કંકુ હાઈટ્સ ફ્લેટ નંબર 201 માં રહેતા માનવભાઈ પ્રશાંતભાઈ વઘાડિયા (18હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાર્ગો કાફેના મેનેજર આશિષભાઈ તથા કાર્ગો કાફેના પાર્ટનર હિરેનભાઈ સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર રામેશ્વર પાર્ટી પ્લોટ સામે કાર્ગો કાફેના કમ્પાઉન્ડમાં ફરિયાદી સાથે કાર્ગો કાફેના મેનેજરે બોલાચાલી કરી હતી અને ગાળા ગાળી કરી ઢીકાપાટોનો માર માર્યો હતો. ત્યારબાદ મેનેજરે કાર્ગો કાફેના પાર્ટનરને બોલાવતા તેણે ત્યાં આવીને ફરિયાદીને પ્લાસ્ટિકના પાઇપ વડે માથામાં તેમજ ડાબા હાથમાં માર મારીને ઇજાઓ કરી હતી અને બંને આરોપીઓએ ભેગા મળીને ફરિયાદી સાથે જપાજપી કરી ગાળો આપીને માર માર્યો હતો જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ હાલમાં પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News