મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

મોરબીના યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવાના ગુનામાં શિવમ રબારી સહિત 6 આરોપીની ગણતરીની કલાકમાં ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ


SHARE







મોરબીના યુવાનની છરીના ઘા મારીને હત્યા કરવાના ગુનામાં શિવમ રબારી સહિત 6 આરોપીની ગણતરીની કલાકમાં ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ

માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલ ખાતે યુવાન તેના મિત્રોની સાથે નાસ્તો કરવા માટે ગયો હતો ત્યારે હોટેલ ઇકો ગાડીમાં પાંચ શખ્સો ત્યાં આવ્યા હતા અને શિવમ રબારીના રૂપિયા કેમ નથી આપતો તેવું કહીને રૂપિયાની લેતી દેતી બાબતે યુવાન સાથે ઝઘડો કર્યો હતો અને તેને છરીના ઘા માર્યા હતા જેથી ઇજા પામેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું જે હત્યાના બનાવમાં મૃતક યુવાનના ઇજા પામેલા મિત્રની ફરિયાદ લઈને પોલીસે કુલ મળીને 6 શખ્સો સામે હત્યાનો ગુનો નોંધાયો હતો અને આ ગુનામાં ગણતરીની કલાકોમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પ્રભુકૃપા ટાઉનશીપમાં રહેતા મૂળ જેતપર ગામના રહેવાસી અનિલ હરિલાલ કંડિયા (28) નામનો યુવાન માળીયા હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલ ખાતે તેના મિત્રોની સાથે નાસ્તો કરવા માટે ગયો હતો ત્યારે ઇકો ગાડીમાં આવેલા 5 શખ્સોએ તેના ઉપર છરી વડે હુમલો કરીને તેને પડખાના ભાગે છરીના ઘા માર્યા હતા જેથી ઇજા પામેલા યુવાનને મોરબી અને ત્યાંથી રાજકોટ સુધી સારવાર માટે લઈને ગયા હતા જો કે, સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી બનાવ હત્યામાં પલટાયો છે. આ બનાવ સંદર્ભે મોરબીના આલાપ પાર્ક સોસાયટીમાં રહેતા વિવેક વિનોદભાઈ ઉર્ફે વેલજીભાઈ પટેલે માળીયા તાલુકા પોલીસ સ્ટેશને શિવમ રબારી (હોથલ ફાયનાન્સ વાળા), રમેશ રબારી, કિશન ચૌહાણ, પૃથ્વીરાજસિંહ ઝાલા, હીરાભાઈ ઉલવા અને ગુલામ હુશેન પઠાણ રહે. બધા મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ હતી.

જેમાં ફરિયાદીએ જણાવ્યુ છે કે, તે અને મૃતક અનિલ કંડિયા તેમજ ગૌરક્ષક પાર્થ મનસુખભાઈ નેસડીયા, વિશાલ મનસુખ નેસડીયા, આકાશ જામરીયા, કાર્તિકભાઈ કાવર અને રાહુલ માળિયા ધ્રાંગધ્રા હાઈવે રોડ ઉપર અણીયારી ટોલનાકા પાસે એક પાડા ભરેલ આઈસર નીકળવાનું છે તેવી હક્કિત હતી જેથી કરીને વોચ રાખીને બેઠા હતા અને રાતે ધૈર્ય હોટેલે નાસ્તો કરવા ગયા હતા તેવામાં એક ઇકો ગાડી ત્યાં આવી હતી જેમાંથી આરોપી રમેશ રબારી, કિશન ચૌહાણ, પૃથ્વીરાજસિંહ ઝાલા, હીરાભાઈ ઉલવા અને ગુલામ હુશેન પઠાણ નીચે ઉતર્યા હતા અને બધાના હાથમાં છરી હતી ત્યાર બાદ આરોપીઓએ અનીલ કંડિયા પાસે આવીને કહ્યું હતું કે, “અમને બધાને હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારીએ મોકલ્યા છે તું કેમ શિવમભાઈના પૈસા આપતો નથી” અને ત્યાર બાદ ઝઘડો કર્યો હતો અને અનિલભાઈને મારી નાખવાના ઈરાદે છરીના ઘા કિશન ચૌહાણ અને રમેશ રબારીએ માર્યા હતા.

ત્યારે અનિલને બચાવવા માટે ફરિયાદી વચ્ચે પડતા પૃથ્વીરાજસિંહે તેને છરીનો ઘા માર્યો હતો અને ત્યાર બાદ હોટેલ વાળા અને ફરિયાદી તેમજ અનિલની સાથે રહેલા લોકો તેઓને બચાવવા માટે વચ્ચે પડતા પાંચેય શખ્સો ઇકો ગાડી લઈને સ્થળ ઉપરથી નાસી ગયા હતા. જેથી કરીને ઇજા પામેલ અનિલ અને ફરિયાદીને તાત્કાલિક સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને તે પૈકી અનિલ કંડિયાને રાજકોટ સુધી લઈ ગયા હતા. ત્યાં ચાલુ સારવારે તેનું મોત નીપજયું હતું ઉલેખનીય છે કે, મૃતક અનિલ કંડિયાએ હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી પાસેથી રૂપિયા લીધેલ હતા. જેની લેતીદેતી મામલે શિવમ રબારીએ અગાઉથી કાવતરું કરીને તેના પાંચ માણસોને છરી જેવા હથિયાર સાથે અનિલ પાસે મોકલ્યા હતા અને યુવાનની હત્યા કરવામાં આવી છે જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી

હાલમાં આ ગુનામાં પોલીસે આરોપી મોહન ઉર્ફે  શીવમભાઇ ભગવાનજીભાઇ ભુંભરીયા  રહે. મોરબી, રમેશભાઇ ઉર્ફે રામો અરજણભાઇ રબારી રહે, મુળ કેશોદ હાલ મોરબી, પુથ્વીરાજસિહ ભગીરથસિહ ઝાલા રહે. મોરબી, ગુલામહુસૈન મહેબુબભાઇ પઠાણ રહે. મોરબી, કિશનભાઇ અમરશીભાઇ ચૌહાણ રહે. મોરબી અને હીરાભાઇ રવજીભાઇ ઉલવા રહે. મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને હત્યાના ગુનાના કામે વપરાયેલ ઇકો ગાડી નંબર જીજે 36 બી 3749 ને પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવેલ છે આ કામગીરી મોરબી એલસીબીના પીઆઇ એમ.પી.પંડ્યા અને માળીયા (મી) તાલુકાનાં પીઆઇ કે.કે. દરબારની સૂચના મુજબ  એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમે કરી હતી. અને હાલમાં પકડાયેલા આરોપીઓને રિમાન્ડ લેવા માટેની તજવીજ હાથ ધરી છે.






Latest News