મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત


SHARE







માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત

માળીયા (મી) તાલુકામાં હળવદ રોડ ઉપર આવેલ અણિયારા ટોલનાકા પાસે ધૈર્ય હોટલ ખાતે યુવાન તેના મિત્રોની સાથે નાસ્તો કરવા માટે ગયો હતો ત્યારે હોટેલ અજાણ્યા 4 જેટલા શખ્સો આવ્યા હતા અને રૂપિયાની લેતી દેતી બાબતે યુવાન સાથે ઝઘડો કરીને તેના ઉપર છરી વડે હુમલો કરવામાં આવેલ હતો જેમાં યુવાનને પડખાના ભાગે છરીનો જીવલેણ ઘા મારી દેવામાં આવતા તે યુવાનનું સારવાર દરમ્યાન રાજકોટ ખાતે મોત નીપજયું છે જે બનાવમાં ઇજા પામેલ એક યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવેલ છે અને હત્યાના આ બનાવ સંદર્ભે માળીયા પોલીસે ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરી છે.

મૂળ મોરબીના જેતપર ગામના રહેવાસી અને હાલમાં મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પ્રભુકૃપા ટાઉનશીપમાં રહેતા અનિલ હરિલાલ કંડિયા (28)ના યુવાનને મોરબી અને માળીયા તાલુકા વચ્ચે હળવદ રોડ ઉપર આવેલ અણિયારા ટોલનાકા પાસે ધૈર્ય હોટલ ખાતે અજાણ્યા શખ્સ દ્વારા પડખાના ભાગે છરીનો જીવલેણ ઘા ઝીકિ દેવામાં આવેલ હતો જેથી તે યુવાનને ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાર બાદ રાજકોટ સિવિલમાં લઈ ગયા હતા જો કે, ચાલુ સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી બનાવ હત્યામાં પલટાયો છે.

વધુમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૃતક અનિલ હરિલાલ કંડિયા અને તેનો મિત્ર વિવેક વેલજીભાઈ અઘારા (27) રહે. મોરબી સહિતના અણિયારા ટોલનાકા પાસે ધૈર્ય હોટલ ખાતે નાસ્તો કરવા માટે ગયા હતા અને ત્યાં બેઠા હતા ત્યારે અજાણ્યા 4 શખ્સો ત્યાં આવ્યા હતા અને અનિલ ઉપર છરી વડે હુમલો કર્યો હતો જે બનાવમાં તેને પડખાના ભાગે છરીનો જીવલેણ ઘા મારી દેવામાં આવેલ હતો જેથી કરીને અનિલને બચાવવા માટે વિવેક વચ્ચે પડ્યો હતો અને ત્યારે તેને પણ છરી લાગી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.

અત્રે ઉલેખનીય છે કે, મૃતક અનિલને પહેલા જેતપર ગામે કરિયાણાની દુકાન હતી. અને છેલ્લા ઘણા વર્ષોથી તે મોરબીમાં આવેલ પ્રભુકૃપા ટાઉનશિપ ખાતે તેની માતા રંજનબેન સાથે રહેતો હતો. અને તેના પિતાએ પાંચેક વર્ષ પહેલા ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. હાલમાં સૂત્રો પાસેથી મળતી માહિતિ મુજબ રૂપિયાની લેત દેતી બાબતે માથાકૂટ હતી અને યુવાન સાથે ઝઘડો કરીને તેની હત્યા કરવામાં આવેલ છે.મૃતકના પરિવારજનોએ મોરબીની કોઈ ફાયનાન્સ પેઢીની સંડોવણી હોવાની શકયતા વ્યક્ત્ત કરતાં સુધી તપાસનો રેલો આવે તેવી શક્યતા દેખાઈ રહી છે.હાલમાં માળીયા તાલુકા પોલીસે હત્યાના આ બનાવમાં ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરી છે.






Latest News