મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી મનપાની ચૂંટણીના ભાજપના સંકલ્પ પત્રમાં અનેક યોજનાઓનો સમાવેશ, વડીલોની સમિતિ બનાવીને કરાશે શહેરની કાયાપલટ: પ્રમુખ


SHARE











મોરબી મનપાની ચૂંટણીના ભાજપના સંકલ્પ પત્રમાં અનેક યોજનાઓનો સમાવેશ, વડીલોની સમિતિ બનાવીને કરાશે શહેરની કાયાપલટ: પ્રમુખ

મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા તેનું સંકલ્પ પત્ર આજે જાહેર કરવામાં આવ્યું હતું અને તેમાં ખાસ કરીને માળખાકીય સુવિધાઓ પર્યાવરણ ટ્રાફિક સમસ્યા સહિતના મુદ્દાઓને આવરી લઈને લોકોની સુખાકારીમાં ભવિષ્યમાં કઈ રીતે વધારો કરી શકાય તેના માટેનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત મોરબીના લોકોની જન ભાગીદારી થી વડીલોની એક સમિતિ બનાવીને તેમના સૂચનો મેળવીને તેનો અમલ કરીને જે કોઈ પ્રશ્નો હોય તેનું નિરાકરણ લાવવા માટેનો પ્રયાસ કરવામાં આવશે તેમજ ભવિષ્યમાં મેર અને કમિશનર સાથે સીધો સંવાદ કરીને લોકોના પાયાના પ્રશ્નો હોય તેનો સ્થળ ઉપર જ નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે તેવું જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું છે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે આજે ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, જિલ્લાના પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, જિલ્લા ભાજપના મહામંત્રી નિર્મલભાઇ જારીયા, તપનભાઈ દવે અને ચતુરભાઈ મકવાણા સહિતનાઓની હાજરીમાં ચૂંટણી સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું હતું જેમાં લોકોની સુવિધા વધારો થાય તેવી અનેકવિધ યોજનાઓને આ સંકલ્પ ત્રમાં સમાવી લેવામાં આવેલ છે

ખાસ કરીને માળખાકીય સુવિધાઓમાં રોડ રસ્તા, ડ્રેનેજ, શુદ્ધ પાણી, આઇકોનિક રોડ, મચ્છુ નદીનું શુદ્ધિકરણ, રિવરફ્રન્ટ વગેરે જેવી સુવિધાઓને આવરી લેવામાં આવેલ છે આ ઉપરાંત શહેરના ઝડપી વિકાસને ધ્યાનમાં રાખીને નવા ભળેલા વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામ અટકે તથા સુનિયોજિત વિકાસ થાય તે માટે ઝડપથી નવી ટીપી સ્કીમો બનાવી અને તેનું અમલીકરણ કરવું, મોરબીના જુદા જુદા વિસ્તારોની અંદર બાગ બગીચા અને સિનિયર સિટીઝન પાર્ક બનાવવા, તળાવનું રીનોવેશન, વોકિંગ ટ્રે, લાઇટિંગ-બોટીંગ વિગેરે જેવી સુવિધાઓમાં વધારો કરવો, મહિલા સશક્તિકરણ, પશુ નિયંત્રણ, સાંસ્કૃતિક ભવન ઓડિટોરિયમ, નાગરિક સુવિધાઓ, વ્યવસાયિક બજાર અને રોજગારી, રખડતા શ્વાનનું નિયંત્રણ વગેરે જેવા અનેક મુદ્દાઓને આ સંકલ્પ પત્રમાં સમાવી લેવામાં આવેલ છે.

આટલું જ નહીં પરંતુ જન ભાગીદારીથી મોરબીમાં બદલાવ આવે તે માટે થઈને દર મહિને મેર અને કમિશન સાથે સીધો લોકોનો સંવાદ યોજીને લોકોની પાયાની મુશ્કેલીઓને જાણીને તેનો સ્થળ ઉપર જ નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવી તથા જુદા જુદા વિસ્તારોમાંથી વડીલોના અનુભવનો ઉપયોગ કરીને વડીલોની સમિતિ બનાવીને તેઓના સૂચનો મેળવી શહેરનો વિકાસ આયોજન પૂર્વક્નો વિકાસ કરવો અને મોરબીના લોકોની કલ્પનાથી પણ વિશેષ મોરબી બનાવવા માટે લોક સંકલ્પ ભાજપ પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે તેવું આગેવાનોએ જણાવ્યું હતું.






Latest News