મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીનો વિસ્મય ત્રિવેદી વક્તૃત્વ સ્પર્ધામાં હવે રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવા જશે


SHARE







મોરબીનો વિસ્મય ત્રિવેદી વક્તૃત્વ સ્પર્ધામાં હવે રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવા જશે

મોરબીના રવાપર કેનાલ રોડે આવેલ નિર્મલ વિધાલયમાં ધો. ૧૦ માં અભ્યાસ કરતાં વિધાર્થી વિસ્મય રવીન્દ્રભાઈ ત્રિવેદીએ તાજેતરમાં રાજ્ય સરકારના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા વડોદરા ખાતે આયોજિત શીધ્ર વક્તૃત્વ સ્પર્ધામાં મધ્ય ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે અને હવે આગામી ૮ જાન્યુઆરીથી ૧૬ જાન્યુઆરી સુધી પોંડિચરી ખાતે રાષ્ટ્રીય યુવા ઉત્સવ યોજાનાર છે જેમાં તે હવે સમગ્ર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે અને વિસ્મયે શીધ્ર વક્તૃત્વ સ્પર્ધા કે, જેમાં સીધી જ ચિઠ્ઠી ઉપાડી હિન્દી કે અંગ્રેજીમાં વક્તવ્ય રજૂ કરવાનું હોય તેમાં સૌથી નાનીવયના સ્પર્ધક તરીકે આ સિધ્ધિ મેળવી હતી. અત્રે ઉલેખનીય છે કેવિસ્મયે પોતાના પિતા રવીન્દ્રભાઈ ત્રિવેદી પાસે વકતૃત્વની તાલિમ મેળવી છે અને છેલ્લા પાંચ વર્ષમાં વિસ્મય પ્રદેશ અને રાજ્ય કક્ષાની ૧૦ થી વધુ સ્પર્ધામાં વિજેતા બની મોરબીને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં રાજ્ય સ્તરે ગુંજતું કર્યું છે. આ માટે વિસ્મયને જીલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, નિરતીબેન અંતાણી, નિર્મલ વિધાલયના ટ્રસ્ટી, પ્રિન્સિપાલ તથા મોરબીના વિવિધ અગ્રણીઓ દ્વારા અભિનંદન આપવામાં આવી રહ્યા છે.






Latest News