મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં જેહાદી માનસિકતાના પુતળા દહન કરીને હિંદુ સંગઠનોએ આવેદનપત્ર પાઠવ્યું


SHARE











મોરબીમાં જેહાદી માનસિકતાના પુતળા દહન કરીને હિંદુ સંગઠનોએ આવેદનપત્ર પાઠવ્યું

દેશની નામી કંપનીઓમાં હિંદુ દીકરીઓના જાતીય શોષણ અને ધર્મ પરિવર્તન કરાવવાની પ્રવૃતિઓ થતી હોવાનું સામે આવ્યું છે ત્યારે ઠેરઠેર તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે દરમ્યાન મોરબીમાં હિન્દુ સંગઠનો દ્વારા જેહાદી માનસિકતા ધરાવનાર લોકો સામે વિરોધ પ્રદર્શન કરીને પૂતળા દહન કરવામાં આવ્યું હતું અને કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.

હિંદુ પરિષદ, બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનો દ્વારા જેહાદી માનસિકતા ધરાવતા લોકોની સામે વિરોધ વ્યક્ત કરવામાં આવેલ છે અને જુદીજુદી પ્રતિષ્ઠિત સંસ્થામાં ઉચ્ચ હોદા ઉપર બેસીને કામ કરતાં લોકો દ્વારા લવ જેહાદના માધ્યમથી હિંદુ દીકરીઓના ધર્મ પરિવર્તન અને લેન્ડ જેહાદના માધ્યમથી અવૈધ કબ્જાનું સુનિયોજિત ષડ્યંત્ર કરવામાં આવી રહ્યું છે તેના વિરોધમાં મોરબીના નગર દરવાજા ચોકમાં જેહાદી માનસિકતાના પુતળાનું દહન કર્યું હતું અને કલેકટર મારફત રાષ્ટ્રપતિને આવેદન પાઠવ્યું હતું આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત, સુરેન્દ્રનગર વિભાગ, મોરબી જિલ્લા અને મોરબી પ્રખંડ, હળવદ પ્રખંડના જવાબદાર કાર્યકર્તા બંધુઓ તથાં માતૃશક્તિ અને દુર્ગાવાહિનીનાં કાર્યકર્તા ભગિનીઓ તથા હિંદુ સમાજના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને સરકાર દ્વારા જેહાદી માનસિકતા વાળા લોકોની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.






Latest News