વાંકાનેરના ગુંદાખડા ગામે રેતી ભરેલા ટ્રક ઉપર ચડીને કામ કરતા યુવાનને ઇલેક્ટ્રીક શોટ લાગતા મોત વાંકાનેરમાં પેટમાં દુખાવો ઉપાડતા સારવારમાં ખસેડાયેલ મહિલાને આંચકી ઉપાડતા મોત નીપજ્યું મોરબીના કૃષ્ણનગર કોયલી ગામે ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત, મોરબીમાં આંચકી ઉપાડતા સારવારમાં ખસેડાયેલ આધેડ મહિલાનું મોત મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબી નજીક રિક્ષામાંથી પડી જતાં ઇજા પામેલ મહિલાના મોત મામલે રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો


SHARE







મોરબી નજીક રિક્ષામાંથી પડી જતાં ઇજા પામેલ મહિલાના મોત મામલે રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો

મોરબી માળિયા હાઇવે રોડ આવેલ ટિંબડી ગામના પાટીયા પાસેથી પસાર થતી રીક્ષામાં બેઠેલ મહિલા નીચે ટકાઈ હતી જેથી તેને મોઢાના ભાગે ગંભીર જા થઈ હોવાથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે, સારવાર કારગત ન નીવડતા તે મહિલાનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક મહિલાના પતિએ ફરિયાદ નોંધાવતા પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

મોરબી નજીકના નવી ટિંબડી ગામે રહેતા મુનેશભાઈ નાનજીભાઈ પરમાર (42)એ સીએનજી રીક્ષા નંબર જીજે 36 ડબલ્યુ 1358 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ નવી ટિંબડી ગામ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થતી આરોપીની રિક્ષામાં ફરિયાદીના પત્ની વર્ષાબેન મુનેશભાઈ પરમાર (41) વાળા પાછળના ભાગે બેઠેલા હતા ત્યારે રીક્ષા ચાલકે બેફિકરાયથી પોતાનું વાહન ચલાવ્યું હતું અને રિક્ષામાંથી ફરિયાદીના પત્ની નીચે પડી ગયા હતા અને અકસ્માતના બનાવમાં ફરિયાદીના પત્નીને મોઢાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નીવડતા તે મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેથી આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના પતિએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે રિક્ષાચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.






Latest News