મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ભાગવત સપ્તાહ, સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ અને યજ્ઞોપવિત કાર્યક્રમ યોજાશે


SHARE











વાંકાનેરમાં ભાગવત સપ્તાહ, સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ અને યજ્ઞોપવિત કાર્યક્રમ યોજાશે

પાર્થધ્વજ હનુમાનજી યુવક મંડળ દ્વારા આયોજન

વાંકાનેરના જીનપરા ગૌશાળા રોડ પર આવેલ પાર્થધ્વજ હનુમાનજી મંદિરના સાનિધ્યમાં દર વર્ષની માફક આ વર્ષે પણ પાર્થધ્વજ હનુમાનજી યુવક મંડળ દ્વારા આગામી તા.11-4 થી 17 દરમ્યાન શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તથા સમુહ લગ્નોત્સવ અને સમુહ યજ્ઞોપવિતનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
આ ભાગવત સપ્તાહના વ્યાસાસને મીનાબેન કાપડી પોતાની આગવી શૈલીમાં સુર-સંગીત સાથે ભાગવતજીનું રસપાન કરાવશે તો તમામ ધર્મપ્રેમી ભાઇઓ-બહેનો સાધુ-સંતો-સેવકો સમુદાયને કથા શ્રવણનો લાભ લેવા પાર્થધ્વજ હનુમાનજી યુવક મંડળ દ્વારા જણાવાયું છે.

સપ્તાહ દરમ્યાન આવતા વિવિધ પ્રસંગો જેવા કે નૃસિંહ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, શ્રી રામ પ્રાગટ્ય, શ્રી કૃષ્ણ નંદોસ્તવ, ગોવર્ધન લીલા, રૂક્ષ્મણી વિવાહ તથા સુદામા ચરિત્ર સહિતના પાવન પ્રસંગો ધામધુમ ઉજવાશે.આગામી 11 એપ્રિલને શનિવારના રોજ સવારે 9-30 કલાકે સુપ્રસિધ્ધ શ્રી ચિત્રકુટ હનુમાનજી મંદિર ખાતેથી ભવ્ય સંગીતના સથવારે પોથીજી યાત્રાનો પ્રારંભ થશે જે વાજતે-ગાજતે કથા સ્થળ ગોકુલધામ (શ્રી પાર્થધ્વજ હનુમાનજી) મંદિર ખાતે પહોંચશે અને સંતો-મહંતો, સેવકગણ તથા શ્રોતાઓની ઉપસ્થિતીમાં ભાગવતના રસપાનનો પ્રારંભ થશે.

આ પ્રસંગે પાર્થધ્વજ હનુમાનજી યુવક મંડળ દ્વારા કથામાં ઉપસ્થિત તમામ ભાવિક ભક્તજનો માટે દરરોજ ગોસ્વામી સમાજની વાડી ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. 17 એપ્રિલના રોજ કથા વિરામ બાદ તા.18ને શનિવારના રોજ સર્વે જ્ઞાતિ સમુહ લગ્નનું આયોજન કથા સ્થળે વૃંદાવનધામ ખાતે યોજાશે જેમાં 12 યુગલો પ્રભુતામાં પગલા પાડશે સાથે સાથે સમુહ યજ્ઞોપવિત બાળકો ધારણ કરશે.

જે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ ગાયત્રી પરિવારના સારસ્વત ભુદેવો દ્વારા કરવામાં આવશે તેમ મોરાણીયા પ્રફુલગીરી ગોસ્વામી, ધનુભા ઝાલા, વિરેન્દ્રપુરી ગોસ્વામી સહિતના અગ્રણીઓએ માહિતી આપતા જણાવેલ છે.

આ તકે ગાયત્રી શક્તિપીઠ મહંત અશ્વિનબાપુ રાવલ, ફળેચાર મંદિરના વિશાલભાઇ પટેલબાપુ, રૂગનાથજી મંદિરના મહંત રેવાદાસબાપુ હરીયાણી, સ્વામી નારાયણ સાંખ્યયાગીબા, જયાબા, વિજ્યાબા, હેતલબા ઉપસ્થિત રહી આર્શિવચન પાઠવશે ત્યારબાદ મહાપ્રસાદ યોજાશે. આ મહાપ્રસાદના દાતા તરીકે વસંતબા પ્રવિણસિંહ ઝાલા પરિવાર રહેશે.






Latest News