માળીયા (મી)માં છોકરાને ઠપકો આપવા બાબતે બે મહિલા સાહિત 4 લોકો ઉપર ધોકા, પાઇપ અને ધારિયા વડે હુમલો: 2 મહિલા સહિત 9 સામે ફરિયાદ મોરબીમાં ડોર ટુ ડોર કચરા કનેક્શનના કામમાં બાળ મજૂરી, એજન્સીના માલિક સામે ગુનો નોંધાયો મોરબીમાં ગોપાષ્ટમી પર્વે ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું ગૌપૂજન મોરબીમાં રહેતી યુવતીને પ્રેમીએ વતનમાં જવાના ના કહેતા ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત ટંકારાના નાના રામપર ગામે ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત: હળવદના જોગડ ગામ પાસેથી અજાણ્યા યુવાનની લાશ મળી ફિલ્મી સ્ટંટ ?: મોરબીમાં બોલેરોમાં ભરેલ ઓવરલોડ માલમાંથી વસ્તુઓ પડું-પડું હોવા છતાં વાહન બેફામ ગતિએ રોડ ઉપર દોડતું રહ્યું ! સાબ્બાસ: દિલ્હીમાં અભ્યાસ કરતી રેપ પીડિત દીકરીની શિક્ષણ ફી મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ભરવામાં આવી મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરની અમરસર ફાટક પાસે જામનગરની બે મહિલા 4 બોટલ દારૂ-107 બીયરના ટીન સાથે ઝડપાઇ


SHARE







































વાંકાનેરની અમરસર ફાટક પાસે જામનગરની બે મહિલા 4 બોટલ દારૂ-107 બીયરના ટીન સાથે ઝડપાઇ

વાંકાનેરના અમરસર ફાટક પાસેથી બે મહિલાઓ હાથમાં થેલો અને બેગ લઈને પસાર થઈ હતી જેને પોલીસ દ્વારા રોકીને ચેક કરવામાં આવતા તેની પાસે રહેલ થેલા અને બેગમાંથી કુલ મળીને દારૂની 4 બોટલ તથા બિયરના 107 ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 27,540 રૂપિયાની કિંમતના દારૂ બિયરના જથ્થા સાથે બે મહિલા આરોપીની ધરપકડ કરેલ છે અને બંને મહિલા આરોપીઓ પાસેથી મળી આવેલ દારૂ અને બિયરનો જથ્થો તે ક્યાંથી લાવી હતી અને કોને આપવાની હતી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

વાંકાનેરના અમરસર ફાટક પાસેથી પસાર થઈ રહેલ મહિલાઓને રોકીને તેની પાસે રહેલાં થેલા અને બેગને ચેક કરવામાં આવતા થેલામાંથી દારૂની 4 બોટલ જેની કિંમત 4000 રૂપિયાની તેમજ 107 બિયરના ટીન જેની કિંમત 23,540 આમ કુલ મળીને 27,540 ની કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને આરોપી જેનબબેન ઈસ્માઈલભાઈ સિંધી (60) અને શહેનાઝબેન અલ્લારખાભાઇ ગજીયા (35) રહે. બંને ગરીબ નગર પાણાખણ પંચશીલ મીલની બાજુમાં ઢીચળા રોડ જામનગર વાળાની ધરપકડ કરેલ છે અને બંને મહિલાની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે અને આ બંને મહિલા પાસેથી મળી આવેલ દારૂ અને બયરનો જથ્થો તે ક્યાંથી લાવી હતી અને કોને આપવાની હતી તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

બે બોટલ દારૂ સાથે પકડાયો

મોરબી નજીકના પીપળી ગામ પાસે આવેલ શિવાપાર્ક સોસાયટી તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી પોલીસે 726 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી બીપીનભાઈ હિંમતભાઈ મહેતા (55) રહે. શિવ પાર્ક પીપળી રોડ મોરબી વાળાની ધરપકડ કરી તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
















Latest News