મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીમાં જુદા જુદા ત્રણ વાહનમાંથી દારૂની 9924 બોટલો મળી: દારૂ અને વાહન સહિત 57.43 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો, પાંચની શોધખોળ


SHARE











મોરબીમાં જુદા જુદા ત્રણ વાહનમાંથી દારૂની 9924 બોટલો મળી: દારૂ અને વાહન સહિત 57.43 લાખના મુદ્દામાલ સાથે એક ઝડપાયો, પાંચની શોધખોળ

મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ ગુલાબનગર વિસ્તારમાં જુદા જુદા વાહનોમાં દારૂનો જથ્થો ભરીને તેને હેરાફેરી કરવામાં આવી રહી છે તેવી ચોક્કસ હકીકત એ ડિવિઝનના પીએસઆઇ ને મળી હતી જેના આધારે ગુલાબનગર વિસ્તારમાં રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી ત્રણ વાહનો મળી આવ્યા હતા અને તે વાહનોને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની 9924 બોટલો મળી આવતા 50,38,800 ની કિંમતનો દારૂનો જથ્થો તથા ત્રણ વાહનો અને મોબાઇલ ફોન મળીને 57.43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં એક આરોપીને પકડવામાં આવ્યો છે જોકે પાંચ શખ્સોના નામ સામે આવ્યા હોય કુલ છ શખ્સો સામે ગુનો નોંધી પોલીસે બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

સામાન્ય રીતે ચૂંટણીઓ આવે ત્યારે દારૂ અને રોકડા રૂપિયાની મોટા પ્રમાણમાં હેરાફેરી થતી હોય છે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી ત્યારે મોરબી વિસ્તારમાં ખાનગી વાહનોમાં દારૂમાં જથ્થો ભરીને તેની હેરાફેરી કરવામાં આવનારી છે તેવી ચોક્કસ હકીકત મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ જે.સી  ગોહિલને મળી હતી જેના આધારે મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ગુલાબ નગર શેરી નં 1માં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં મળેલ બાતમી મુજબના જુદા જુદા ત્રણ વાહનો જોવા મળ્યા હતા જેમાં કેરી ગાડી નંબર જીજે 3 બી ઝેડ 1336, કેરી ગાડી નંબર જીજે 3 બી ઝેડ 57 47 અને બોલેરો ગાડી નંબર જીજે 36 વી 0323 નો સમાવેશ થાય છે અને આ વાહનોને લીલા કલરના કંતાનથી ઢાંકીને રાખવામાં આવ્યા હતા જેને દૂર કરીને પોલીસ દ્વારા  વાહનોને ચેક કરવામાં આવતા ત્રણેય વાહનોમાંથી કુલ મળીને દારૂની 9924 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 50,38,800 ની કિંમતનો દારૂનો જથ્થો, 7 લાખની કિંમતના ત્રણ વાહનો તેમજ 5000 રૂપિયાની કિંમત એક મોબાઈલ ફોન આમ કુલ મળીને 57,43,800 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી મુસ્તકિમ ઉર્ફે લાલો અલારખાભાઈ સના (19) રહે ગુલાબ નગર શેરી નં 1 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછમાં  નવઘણભાઈ મોહનભાઈ બાંભવા રહે. તુલસી પાર્ક મોરબી, દિવ્યેશભાઈ મોહનભાઈ બાંભવા રહે. તુલસી પાર્ક મોરબી, ઓમાન અશરફભાઈ ધારાણી રહે. ખોજા સોસાયટી લાયન્સ નગર મોરબી, યુવરાજસિંહ અનુપસિંહ ડોડીયા રહે. વજેપર મોરબી અને ભીમશી કોળી રહે કાગદડી તાલુકો રાજકોટ વાળાના નામ સામે આવ્યા હતા જેથી કરીને પોલીસે હાલમાં છ શખ્સોની સામે ગુનો નોંધી બાકીના પાંચ આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News