વાંકાનેરના ગુંદાખડા ગામે રેતી ભરેલા ટ્રક ઉપર ચડીને કામ કરતા યુવાનને ઇલેક્ટ્રીક શોટ લાગતા મોત વાંકાનેરમાં પેટમાં દુખાવો ઉપાડતા સારવારમાં ખસેડાયેલ મહિલાને આંચકી ઉપાડતા મોત નીપજ્યું મોરબીના કૃષ્ણનગર કોયલી ગામે ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત, મોરબીમાં આંચકી ઉપાડતા સારવારમાં ખસેડાયેલ આધેડ મહિલાનું મોત મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના જુના બસ સ્ટેશન પાસે અપરણિત યુવાને ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE







મોરબીના જુના બસ સ્ટેશન પાસે અપરણિત યુવાને ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબીના જુના બસ સ્ટેશન પાસે આવેલ કોમ્પલેક્ષમાં ઉપરની ઓરડી ખાતે ભાડે રહેતા અને અહીં કારખાનામાં બિલિંગનું કામ કરતા મૂળ કોડીનારના યુવાને ગળેફાંસો ખાઈ લીધો હતો.જેથી તેનું મોત નીપજત્તા પોલીસને જાણ કરવામાં આવી હતી.અને બનાવના સંદર્ભે એ ડિવિઝન પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબી સિટિ એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જુના બસ સ્ટેશન પાસે વિવાહ સાડી શો-રૂમની ઉપરના ભાગે આવેલ ઓરડીમાં રૂમ ભાડે રાખીને રહેતા અને મૂળ કોડીનાર પંથકના ડોસાળા ગામના રહેવાસી અંકિતભાઈ કાનાભાઈ મકવાણા નામના ૨૦ વર્ષના અપરણિત યુવાને તેની ઓરડીમાં છતમાં આવેલ પંખામાં ચુંદડી બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો.તા.૫-૪-૨૬ ના રાત્રિના ૧૧:૩૦ વાગ્યાના અરસામાં મૃતક અંકિત કાનાભાઈ મકવાણા નામના યુવાને અંતિમ પગલું ભરી લીધું હતું.બનાવની હોસ્પિટલ તરફથી એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવતા સ્ટાફના વાલભા ચાવડા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.તેમાં સામે આવ્યું હતું કે મૃતક અંકિત મકવાણાના માતા-પિતા અવસાન પામ્યા બાદ તેના કાકા-કાકી ભેગા તે અને તેના બહેન મોટા થયા હતા.તેના બેન-બનેવી પણ મોરબી ખાતે રહે છે.અને અંકિત અહીં ઓરડીમાં રહેતો હતો અને તેને માનસિક બીમારી હોય અગાઉ પણ તેને જીવન ટૂકાવવાનો પ્રયત્ન કર્યો હતો.હાલ તે અહીં મોરબી ખાતે સરતાનપર રોડ ઉપર મેટ્રો સ્લીમ કારખાનામાં બીલિંગનુ કામ કરતો હોવાનું પોલિસ સુત્રોએ જણાવેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

હળવદના કણબીપરા વિસ્તારમાં રહેતા ઠાકરશીભાઈ છગનભાઈ દલવાડી નામના ૪૦ વર્ષના યુવાનને ધાંગધ્રા રોડ ઉપર હોટલ નજીકથી બાઇક લઈને જતા સમયે કોઈ અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા ઇજા પામેલી હાલતમાં અત્રેની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.પોલીસે બનાવની નોંધ કરી પ્રાથમિક તપાસ બાદ હળવદ પોલીસને જાણ કરી હતી.જ્યારે મોરબીની પીપળીયા ચોકડી નજીક બનેલ અકસ્માત બનાવમાં ઈજા થતા હુસેન સુભાનભાઇ મોવર (૨૦) અને નવાજ આમદભાઈ ગંજી (૧૬) રહે.બંને નવલખી ને ઈજા થઈ હતી.તેઓ દહીસરાથી પીપળીયા ચોકડી થઈ નવલખી તરફ જતા હતા ત્યારે વાહન અકસ્માતમાં બંનેને ઇજા થતાં સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે સુરેન્દ્રનગરના થાન પાસે આવેલ મનળાસર ગામના પ્રવીણભાઈ કાનજીભાઈ સાપરા નામના ૨૩ વર્ષના યુવાને કોઈ કારણસર દવા પી લીધી હતી.જેથી કરીને તેને અત્રેની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે મોરબી પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે થાન પોલીસને જાણ કરી હતી.






Latest News