મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ


SHARE







મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ

સમગ્ર વિશ્વને અહિંસાનો સંદેશ આપનાર પરમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક ૨૬૨૪ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે ભગવાન મહાવીર સ્વામીની મોરબીમાં દરબારગઢ ખાતે આવેલ જૈન દેરાસરજીથી ભવ્ય શોભાયાત્રા ચાંદીના રથમાં નીકળી હતી અને ૧૪ સ્વપ્ન રત્ન સાથે જૈન બેન્ડ ગ્રુપ વાજતે ગાજતે પ્રભુ મહાવીર સ્વામીની મોટી છબી અને બગીઑ ફ્લોટ વિગેરે રાખવામા આવ્યા હતા અને આ શોભાયાત્રામાં દરેક જૈનસંઘ, મંડળો સ્વયં સેવકો તથા વિશાળ સંખ્યામાં જૈન સમાજના શ્રાવક-શ્રાવિકાઓ જોડાયા હતા. આ શોભાયાત્રા દરબારગઢ દેરાસરજીથી ગ્રીન ચોક, નેહરૂગેટ, સાવસર પ્લોટ, વસંત પ્લોટ થઈ બોયઝ હાઈસ્કૂલ ખાતે ધર્મ સભામાં ફેરવાઇ હતી અને શોભાયાત્રાના રૂટમાં જૈન સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા સરબત, છાશ, ઠંડા પાણી તથા ઉકાળેલા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે ગચ્છાધિપતિ પૂજ્ય ભાવચંદ્રજી સ્વામી "મારા મનના મહાવીર, મારા મન માં મહાવીર" વિષય પર મંગલ પ્રવચન આપવામાં આવ્યું હતું. જેનો મોરબીના તમામ જૈન ભાઈઓ બહેનો દ્વારા લાભ લેવામાં આવેલ હતો.






Latest News