મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને બે શખ્સોએ છરી-ધારિયા વડે યુવાન ઉપર કર્યો હુમલો


SHARE







મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને બે શખ્સોએ છરી-ધારિયા વડે યુવાન ઉપર કર્યો હુમલો

મોરબીના પંચાસર રોડ ઉપર રહેતા યુવાને જૂની અદાવતનું મનદુખ રાખીને બે શખ્સોએ છરી અને ધારિયા વડે માર માર્યો હતો જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને સારવાર બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ મસ્જિદ સામેના ભાગમાં રહેતા સિકંદરભાઈ કાદરભાઈ મોવર (24)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે શાહરુખ પરમાર તથા ઈરફાન નાનુભાઈ ઘાંચી રહે. બંને મિલન પાર્ક શેરી નં-3 મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે તેને આરોપી શાહરુખ સાથે જૂની અદાવતનું મનદુઃખ હતું અને તે બાબતનો ખાસ રાખીને શાહરુખે છરી વડે હુમલો કરીને ફરિયાદીને બંને હાથમાં તથા પગના ભાગે ઇજાઓ કરી હતી તેમજ ઈરફાને ઊંધો ધારિયાનો ઘા ફરિયાદીને પીઠના ભાગે માર્યો હતો જેથી તેને ઈજા થઈ હતી અને તે નીચે પડી જતા બંને આરોપીઓએ ભેગા મળીને ગાળો આપીને ફરિયાદીને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

સાપ કરડી ગયો

મોરબીમાં ભડીયાદ કાંટા પાસે રહેતા અનિલભાઈ ભાંખોડિયા (30) નામના યુવાનને ઘરે સા કરડી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

યુવાન સારવારમાં

મોરબી તાલુકાના રાપર થી હળવદ તરફ જવાના રસ્તા ઉપર આવેલ પેપરમીલ ખાતે રહેતો અને મજૂરી કામ કરતો જગદીશ પ્રસાદ (28) નામના યુવાને પોતાના લેબર કવાર્ટરમાં કોઈ કારણોસર ગોદરેજની ડાય પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

યુવાન સારવારમાં

મોરબીના સોઓરડી વિસ્તારમાં રહેતા આફતાબ રફીકભાઈ સમા (23) નામના યુવાનને ઉમિયાનગર માળિયા વનાળીયા સોસાયટી પાસે ધારિયા વડે મારામારીના બનાવમાં માથાના ભાગે ઇજા થઈ હતી જેથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News