રામ રાખે તેને કોણ ચાખે: મોરબીથી અંબાજીના દર્શને જતાં સંઘમાં સાથે જોડાયેલ કિન્નર સિમરન મસીએ વૃદ્ધને આપ્યું જીવતદાન વાંકાનેરથી મોરબી આવતી ડેમુ ટ્રેન મકનસર રેલ્વે સ્ટેશને બંધ થઈ જતાં મુસાફરો રજડી પડ્યા મોરબીમાં મોડીફાઇડ સાઇલેન્સર વાળા 15 વાહન પોલીસે કર્યા ડીટેઇન માળીયા (મી)માં છોકરાને ઠપકો આપવા બાબતે બે મહિલા સાહિત 4 લોકો ઉપર ધોકા, પાઇપ અને ધારિયા વડે હુમલો: 2 મહિલા સહિત 9 સામે ફરિયાદ મોરબીમાં ડોર ટુ ડોર કચરા કનેક્શનના કામમાં બાળ મજૂરી, એજન્સીના માલિક સામે ગુનો નોંધાયો મોરબીમાં ગોપાષ્ટમી પર્વે ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું ગૌપૂજન મોરબીમાં રહેતી યુવતીને પ્રેમીએ વતનમાં જવાના ના કહેતા ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત ટંકારાના નાના રામપર ગામે ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત: હળવદના જોગડ ગામ પાસેથી અજાણ્યા યુવાનની લાશ મળી
Breaking news
Morbi Today

મોરબી મહાનગરપાલિકા દ્વારા નવી એનિમલ હોસ્ટેલ બનાવાનું આયોજન


SHARE







































મોરબી મહાનગરપાલિકા દ્વારા નવી એનિમલ હોસ્ટેલ બનાવાનું આયોજન

મોરબી મહાનગરપાલિકાના ANCD વિભાગ દ્વારા માર્ચ -2025 થી રખડતા પશુ ઓને પકડવાની કામગીરી હાથ ધરાવામાં આવી છે. ત્યારે શહેરમાં ગાય, ભેંસ, બકરી સહીતના પાલતું પશુઓને રાખવા માટેની પશુ માલિકો પાસે જગ્યા ના હોવાના કારણે આ પશુઓ રોડ ઉપર આવી જતા હોય છે. જેના કારણે શહેરીજનોને અડચણ રૂપ અને ટ્રાફિક સમસ્યા થતી હોય છે. આ સમસ્યાના નિરાકરણ માટે મોરબી મહાનગરપાલિકા દ્રારા શહેરમાં નાની વાવડી અને સબ જેલ પાસે એનીમલ હોસ્ટલ બનાવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ એનીમલ હોસ્ટેલમાં પશુ માલિકોને પોતાના પશુની સાચવણી અને જાળવણી કરી શકાશે. આ એનિમલ હોસ્ટેલમાં રજીસ્ટ્રેશન કરાયેલા પશુઓને રાખવા માટે એનીમલ હોસ્ટેલ રજીસ્ટ્રેશન, રજીસ્ટ્રેશન ફ્રી અને નિયમો ની વિગત એનીમલ હોસ્ટેલ શરૂ થતા જાણ કરવામાં  આવશે. મોરબી મહાનગરપાલિકા ના હદ વિસ્તાર આવતા પશુ માલિકોને પોતાના પશુઓનું રજીસ્ટ્રેશન કરાવવા માટે અપીલ કરવામાં આવે છે.
















Latest News