મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો


SHARE













મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો

કબડ્ડી, કરાટે, જુડો અને બેડમિન્ટન સહિતની વિવિધ રમતોમાં રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર દીકરીઓનું કરાયું


મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા રમતવીર દીકરીઓના કૌશલ્યને બિરદાવવા અને રમતગમત ક્ષેત્રે તેમને પ્રોત્સાહિત કરવાના ઉમદા હેતુથી ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના અંતર્ગત સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને અને મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાની ૪૮ જેટલી તેજસ્વી દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ સન્માન સમારોહમાં કબડ્ડી, ટેકવેન્ડો, ખો-ખો, જુડો, કરાટે અને બેડમિન્ટન જેવી વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ખેલાડી કન્યાઓને મહાનુભાવોના હસ્તે સ્મૃતિચિહ્ન અને પ્રશસ્તિપત્ર આપી તેમનું વિશિષ્ટ બહુમાન કરાયું હતું. કલેક્ટરએ આ તકે દીકરીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, મોરબીની દીકરીઓ રમતગમતના મેદાનમાં પણ પોતાની આગવી ઓળખ ઉભી કરી રહી છે, જે સમગ્ર જિલ્લા માટે ગૌરવની બાબત છે. મ્યુનિસિપલ કમિશનરએ પણ દીકરીઓને રમતગમતની સાથે શિક્ષણમાં પણ ઉચ્ચ શિખરો સર કરવા માટે પ્રોત્સાહિત કરી હતી. વહીવટી તંત્રના આ હકારાત્મક અભિગમથી રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતી જિલ્લાની અન્ય દીકરીઓને પણ નવી પ્રેરણા મળશે.આ અવસરે જિલ્લા મહિલા અને બાળ અધિકારી જલ્પાબેન ત્રિવેદી, જિલ્લા રમતગમત અધિકારી રવિભાઈ રાઠોડ, વિવિધ રમતના કોચ, વાલીઓ તેમજ દીકરીઓ ઉપસ્થિત રહી હતી.






Latest News