મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનો આવશે કાયમી અંત


SHARE











મોરબીના પંચાસર વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનો આવશે કાયમી અંત

મોરબી શહેરના પંચાસર વિસ્તારમાં વર્ષો જૂની પાણીની પાઈપલાઈનને કારણે પાણી ન આવવાની ફરિયાદ મોરબી મહાનગરપાલિકાની કચેરી ખાતે આવતી હતી જેને દૂર કરવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ૧૫.૫૭ કરોડના ખર્ચે નવી DI ની પાઇપલાઇન નું નેટવર્ક નાખવમાં આવશે.

વધુમાં અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ આ પ્રોજેક્ટ આગામી ૩૦ વર્ષની (વર્ષ ૨૦૫૬ સુધીની) વસ્તી અંદાજે ૧,૦૦,૪૩૮ ને પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. અને પંચાસર હેડવર્સથી કુલ અંદાજે ૫૮.૭ કિમી લાંબી નવી DI પાઈપલાઈન નાંખવામાં આવશે જેમાં જુદા જુદા વ્યાસ ધરાવતી પાઈપલાઈન નાખવામાં આવશે. જેથી લોકોને પુરતા પ્રમાણમાં પાણી મળી રહે. આ પ્રોજેક્ટની કામગીરી શરુ થઇ ગયેલ છે અને ૨.૩ કિમી લાઈન નાખવાની કામગીરી પુર્ણ કરેલ છે. ખાસ કરીને આ પ્રોજેક્ટ અંતર્ગત નવા સ્લુઈસ વાલ્વ નાખવામાં આવશે જેથી પાણી પુરતા ફોર્સથી અને પુરતા જથ્થામાં લોકોને મળી રહેશે. અને રહેણાક વિસ્તારામાં વ્યક્તિદીઠ ૧૩૫ લિટર (LPCD), કામશિયલ માટે ૭૦ લિટર અને ફ્લોટિંગ વસ્તી માટે ૨૦ લિટર પાણીની દૈનિક જરૂરિયાત મુજબ આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં પંચાસર વિસ્તારમાં પાઈપલાઈન નેટવર્ક જુનું થઇ ગયેલ હોવાથી તેમજ વસ્તી વધારાના કારણે છવાડાના વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટે કલાકો સુધી પમ્પિંગ કરવું પડે છે અને તેમ છતાં પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી. આ નવી યોજનાથી દરેક ઘરને પૂરતા અને સુદ્ધ પીવાનું પાણી પુરતા પ્રમાણ સાથે નિયમિત પાણી મળી રહેશે.






Latest News