મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

હળવદ અને વાંકાનેરમાં જુદી જુદી બે રેડમાં 319 બોટલ દારૂ ઝડપાયો


SHARE







હળવદ અને વાંકાનેરમાં જુદી જુદી બે રેડમાં 319 બોટલ દારૂ ઝડપાયો

હળવદ શહેરમાં રહેણાંક મકાનની અંદર તેમજ વાંકાનેરના નવાપરા પંચાસર રોડ ઉપર દારૂની જુદી-જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી પોલીસ દ્વારા કુલ મળીને 319 બોટલ દારૂ કબજે કરવામાં આવ્યો છે અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં દારૂના ગુના નોંધીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

હળવદ તાલુકા પોલીસ દ્વારા રાવલફળીમાં રહેતા કિશનભાઇ બાબરીયાના રહેણાંક મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ મળીને 238 બોટલ મળી આવતા પોલીસે 23,800 રૂપિયાની કિંમતમાં દારૂનો જથ્થો કબજે કર્યો હતો જોકે પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી ઘરે હાજર ન હોય હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કિશનભાઇ ઉર્ફે કારીયો પ્રવીણભાઈ બાબરીયા રહે. ધાંગધ્રા દરવાજાની અંદર રાવલફળી હળવદ વાળાની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરના નવાપરા પંચાસર રોડેથી બાઈક નંબર જીજે 36 એચ 6286 લઈને એક શખ્સ પસાર થઈ રહ્યો હતો જેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની નાની 81 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 24,300 ની કિંમતનો દારૂ તથા 30,000 ની કિંમતનું વાહન આમ કુલ મળીને 54,300 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી મુન્નાભાઈ રમેશભાઈ બાવળવા (27) રહે. નવાપરા પરમેશ્વર સોસાયટી વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

એક બોટલ દારૂ

મોરબીના સનાળા ગામ પાસે આવેલ નીતિન નગરથી પંચાસર તરફ જવાના રસ્તા ઉપર બાઈક નંબર જીજે 36 એકે 6100 ને પોલીસે ચેક કર્યું હતું ત્યારે દારૂની નાની એક બોટલ મળી આવતા પોલીસે 180 રૂપિયાની કિંમતની દારૂની બોટલ તથા 25 હજાર રૂપિયાની કિંમતનું વાહન કબજે કર્યું હતું જોકે, રેડ દરમિયાન આરોપી હાજર ન મળી આવતા પોલીસે બાઈકના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News