બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબી રવિરાજ ચોકડી પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા વાહન ચાલકે હેડફેટે લેતા બે યુવાનોના મોત મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાશે મોરબી સહિત ગુજરાતનાં મીઠા ઉદ્યોગના વિકાસ માટે શિક્ષણ-સંશોધન માટે કોલેજની સ્થાપના કરવા પ્રધાનમંત્રીને મરીન સોલ્ટ મેન્યુ. એસો.એ કરી રજૂઆત મોરબી જીલ્લા રાજપૂત સમાજના નવા હોદેદારોની વરણી માટે રવિવારે સાધારણ સભા
Breaking news
Morbi Today

મોરબીના ગાળા ગામ નજીક બંધ પડેલા કારખાનામાંથી કોપર વાયરો અને પ્લેટ તેમજ સીસીટીવી કેમેરા સહિત બે લાખના મુદામાલની ચોરી


SHARE







મોરબીના ગાળા ગામ નજીક બંધ પડેલા કારખાનામાંથી કોપર વાયરો અને પ્લેટ તેમજ સીસીટીવી કેમેરા સહિત બે લાખના મુદામાલની ચોરી

મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં આવેલ બજરંગ કોટન ઇન્ડસ્ટ્રીઝ નામના બંધ પડેલા કારખાનાને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને ત્યાંથી કોપરના જુદા જુદા વાયરો, કોપરની પ્લેટ તથા સીસીટીવી કેમેરા, સીસીટીવી કેમેરાનું ડીવીઆર અને ટીવી આમ કુલ મળીને 2,05,000 ની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા વૃદ્ધે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
 
મૂળ ગાળા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના રવાપર ધૂનડા રોડ ઉપર આવેલ બોનીપાર્કની પાછળના ભાગમાં લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 701 માં રહેતા જયંતીભાઈ રૂપાભાઈ કાચરોલા (65) એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે ગાળા ગામની સીમમાં મધુસુદન પેપર મીલની પાછળના ભાગમાં બજરંગ કોટન ઇન્ડસ્ટ્રીઝ નામનું તેઓનું કારખાનું આવેલું છે અને તે હાલમાં બંધ હાલતમાં હોય અજાણ્યા શખ્સ દ્વારા રાત્રિના સમયે કારખાનામાં પ્રવેશ કરીને બે નંગ સીસીટીવી કેમેરા, સોની ટીવી, સીસીટીવી કેમેરાનું ડીવીઆર તથા વીજ કરંટ પસાર કરતી કોપર પ્લેટ આઠ નંગ, પ્રેસ મશીન પાસે લગાવેલ 40 ફૂટ કોપરનો કેબલ વાયર તથા ઇલેક્ટ્રીક પેનલ થી કંટ્રોલર સુધી લગાવેલ ઇન્ટરલોક કોપર કેબલ આશરે 40 ફૂટ આમ કુલ મળીને 2,05,000 ની કિંમતના મુદ્દામાલની તેઓના કારખાનામાંથી ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં અજાણ્યા શખ્સ ની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાહન અકસ્માત
મોરબીના વાંકાનેર હાઇવે જાંબુડીયા ગામ નજીક નાયરા પંપ પાસે અકસ્માત બનાવ બન્યો હતો જેમાં ગંભીર ઇજાઓ તથા અરવિંદભાઈ નાનજીભાઈ પરમાર (૩૨) અને અશ્વિનભાઇ માવજીભાઈ પરમાર (૪૫) રહે. બંને ગુલાબનગર વિશીપરાને ઇજા થઈ હોય સારવાર માટે સિવિલે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના પીપળીયા ગામેથી રેલ્વે સ્ટેશન જતા વખતે રોલેક્ષ કારખાના પાસે બાઇક આડે અચાનક રોજડુ આડુ ઉતરતા બાઇક સ્લીપ થયું હોય બનાવમાં જાદવ આરીન સત્યમભાઈ (૨૧) રહે.પીપળી ને ઇજા થઇ હોય સારવારમાં લઈ જવાયો હતો.તેમજ મોરબી-જેતપર રોડ પાવડીયારી પાસે આવેલ યુનિટ નજીક રહેતા પૂજાબેન રૂપેશભાઈ ગુપ્તા નામની ૨૩ વર્ષની યુવતીને કોઈ કારણોસર મારામારીમાં ઇજા થયેલ હોય સારવાર માટે લઈ જવામાં આવી હતી.






Latest News