મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ચાલકે કચડી નાખતા રાહદારી યુવાનનું મોત


SHARE







મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ચાલકે કચડી નાખતા રાહદારી યુવાનનું મોત

મોરબીના લાલપર ગામ પાસે આવેલ શૈલેષ વેબ્રિજ નજીકથી ચાલીને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે તેને હડફેટે લેતા યુવાન રસ્તા ઉપર નીચે પડી ગયો હતો અને ત્યારબાદ તેના ઉપરથી ટ્રક પસાર થઈ ગયો હતો જેથી કચડાઈ જવાના લીધે ગંભીર ઇજા થવાથી યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ પ્રમુખસ્વામી સોસાયટીમાં રહેતા રસિકભાઈ ભીખાભાઈ જીવાણી (45) નામનો યુવાન ગઈકાલે સાંજે 7:45 વાગ્યાના અરસામાં મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ લાલપર ગામ પાસે શૈલેષ વે બ્રિજ નજીકથી ચાલીને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક નંબર આરજે 32 જીપી 6937 ના ચાલકે તેને હડફેટે લીધો હતો જેથી કરીને યુવાન રસ્તા ઉપર નીચે પટકાયો હતો ત્યારબાદ તેના ઉપરથી ટ્રકના તોતિંગ ટાયર કરી ગયા હતા જેથી કરીને ટ્રક નીચે યુવાન કચડાઈ ગયો હતો અને આ બનાવમાં યુવાનને ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

યુવાન સારવારમાં
પડધરીના ખોડાપીપર ગામે રહેતા યોગેશભાઈ રમેશભાઈ રામાવત નામનો ૩૬ વર્ષનો યુવાન થોરીયાળીથી ખોડાપીપર જતો હતો ત્યારે પેટ્રોલ પંપ નજીક બાઇક સ્લીપ થઇ જતા તેને સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યો હતો.જ્યારે ધાંગધ્રા પાસેના નરાડી ગામે રહેતા વૈશાલીબેન મેહુલભાઈ વહાલીયા નામની ૧૯ વર્ષની યુવતી ગામમાં વાડી ખાતે કોઈ કારણોસર દવા પી ગયેલી હોય તેને મોરબીની મંગલમ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવી હતી બનાવને પગલે જાણ થતા મોરબી પોલીસને પ્રાથમિક તપાસ કરી બનાવ અંગે ધાંગધ્રા પોલીસને જાણ કરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.






Latest News