મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા બાળકોના જન્મદિવસની દાનરાશિમાંથી ૧૦૦ તાડપત્રીનું વિતરણ કરાયું  મોરબીમાં મિત્ર સાથેના જૂના ઝઘડાનો ખાર રાખીને છરી, ધોકા અને પાઈપ વડે હુમલો: યુવાનને છરીના ઘા ઝીકયા, 5 સામે ફરિયાદ વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં અને મોરબીના રાજપર ગામે ઇલેક્ટ્રીક શૉટ લાગતાં એક-એક યુવાનનું મોત મોરબીના સનાળા ગામે જાહેરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 વ્યક્તિ 51,600 ની રોકડ સાથે પકડાયા વાંકાનેરના સરતાનપર રોડે બંધ પડેલા ટ્રકને રીપેર કરતાં સમયે માથા ઉપર જોઇન્ટ પડતાં ઇજા પામેલા યુવાનનું મોત સરકાર કયારે જાગશે?: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલનમાં બે મહિલા ઉપવાસની તબિયત લથડી ગાંધીનગર ખાતે સરકાર સાથે ચર્ચા કરવા જવાનો મોરબીના જેતપર ગામના ખેડૂતોનો ઇનકાર: યોગ્ય વળતર માટે 6 સ્પષ્ટ માંગણી ખેડૂતોએ મોકલવી દીધી મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મદિવસ નિમિતે વિવિધ સંસ્થાઓ-સંગઠનો સાથે સેવાકીય કાર્યક્રમ યોજાયા


SHARE











કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મદિવસ નિમિતે વિવિધ સંસ્થાઓ-સંગઠનો સાથે સેવાકીય કાર્યક્રમ યોજાયા

કચ્છ લોકસભાના સાંસદ વિનોદભાઇ ચાવડા ના જન્મદિવસની ઉજવણી નિમિત્તે કચ્છની વિવિધ સેવાકીય સંસ્થાઓ અને સંગઠનો દ્વારા સેવાકીય કાર્યો કરી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં સમાજ નવનિર્માણ ટ્રસ્ટ તથા ગ્લોરી ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા વિતરણ, ભુજ શહેર ભાજપ તેમજ શશિ ફાઉન્ડેશન દ્વારા બાળકોને સુ-પોષિત કીટ વિતરણ તથા કેક કટિંગ કાર્યક્રમ, આયુષ હોસ્પિટલ મધ્યે મેડિકલ કેમ્પનું આયોજન, ટી.બી.ના દર્દીઓને પોષણ કીટનું વિતરણ, કચ્છી વાલ્મીકિ સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ, સુમરાસર શેખ દુધ ઉત્પાદન સહકારી મંડળી દ્વારા સુમરાસર મધ્યે ટીબીના દર્દીઓને પોષણ કીટ વિતરણ, ભુજ મધ્યે શ્રમિકોને રાશન કીટ વિતરણ, વિરામ હોટેલ-ભુજ મધ્યે દિવ્યાંગોને સાધન સહાય વિતરણ, કચ્છ જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચા દ્વારા રામદેવ સેવા ટ્રસ્ટમાં રહેતા નિરાધાર લોકો સાથે ભોજન તેમજ કેક કટીંગ, શ્રી હરી શાંતિનિકેતન વૃદ્ધાશ્રમ મધ્યે વડીલો ને મિષ્ટાન સાથે ભોજન, ભીમ રત્ન કન્યા છાત્રાલય મધ્યે શૈક્ષણીક કીટ વિતરણ તેમજ કેક કટીંગ, નવ ચેતન અંધજન મંડળ મધ્યે બાળકો ને મિષ્ટાન સાથે ભોજન તેમજ આરોગ્ય અને સ્વાસ્થ્ય કીટ વિતરણ, ભાજપ બક્ષીપંચ મોરચા તેમજ માંડવી ગઢશિશા ભાજપ પરિવાર દ્વારા બાળકોને શૈક્ષણીક કીટ સાથે મીઠાઇ વિતરણ, માંડવી તાલુકા અનુ. જાતિ મોરચા દ્વારા વિધાર્થીઓને અલ્પાહાર, એન્જલ ગ્રુપ ભીમાસર દ્વારા કુપોષિત બાળકો માટે પોષણ કીટ વિતરણ, મેઘવંશી ફ્રેન્ડ્સ ગ્રુપ કચ્છ દ્વારા શૈક્ષણીક કીટ તથા કેક કટીંગ, VLC ગ્રુપ ભુજ દ્વારા વડીલોને મિષ્ટાન સાથે ભોજન કરાવ્યુ હતું.

શ્રી સર્વ સમાજ સેવા મેડીકલ એન્ડ એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા ભુજ મધ્યે ગૌ માતાને ઘાસ ચારાનું નિરણ આપવામાં આવ્યું હતું. શ્રી યક્ષ મંદિર ટ્રસ્ટ, માધાપર દ્વારા ગૌ માતાને ઘાસ ચારાનું નિરણ આપવામાં આવ્યું, નખત્રાણા તાલુકા ભા.જ.પ દ્વારા વિકલાંગ બાળકો સાથે કેક કાપી અને બાળકોને કીટ વિતરણ કરવામા આવી, શ્રી મમુઆરા ગ્રામ પંચાયત દ્વારા બાલ મંદિરના બાળકોને લંચ બોક્સ વિતરણ કરાયા, ભચાઉ શહેર/તાલુકા ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા ભચાઉ સરકારી દવાખાના મુકામે દર્દીઓને ફ્રુટ વિતરણ, મુન્દ્રા તાલુકા ભા.જ.પ દ્વારા અહિંસાધામ, પ્રાગપર ખાતે ગાયોને ચારો અને વિવિધ જીવદયાની પ્રવૃત્તિ સાથે ઉજવણી કરવામાં આવી હતી,

સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ-ભુજ દ્વારા માધાપર ખાતે રામનગરી પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ તથા સુખપર ગામે કુમાર શાળા નંબર-૧ ખાતે બાળકોને અલ્પાહાર સાથે શૈક્ષણિક કીટ આપવામાં આવી, પીઝાલીયો રેસ્ટોરેન્ટ પરિવાર ગાંધીધામ દ્વારા બાળકો ને અલ્પાહાર, મુંદ્રા શહેર ભાજપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ, લખપત તાલુકા ભાજપ દ્વારા કેસવ છાત્રાલય દયાપર મધ્યે બાળકો ને ભોજન, અંજાર શહેર તાલુકા ભાજપ દ્વારા રામસખી મંદિર ખાતે શ્રમિક ભાઈ બહેનોને ભોજન, ડગાડા ગ્રામ પંચાયત દ્વારા પ્રાથમિક શાળા ખાતે બાળકો ને શૈક્ષણીક કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. અને આ સેવા કાર્યોમાં જોડાયેલા તમામ લોકોનો સાંસદ વિનોદભાઇ ચાવડાઆભાર વ્યક્ત કર્યો હતો. 






Latest News