મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

​​​​​​​મોરબીમાં દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધાના અરજી પત્રક ૨૭ માર્ચ સુધી ભરી શકાશે


SHARE











મોરબીમાં દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધાના અરજી પત્રક ૨૭ માર્ચ સુધી ભરી શકાશે

રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ, રોજગાર કરતી શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓને રોજગારી પૂરી પાડવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસરોને રાજ્ય કક્ષાના પારિતોષિક આપવાની યોજના અમલમાં મુકવામાં આવી છે.

જે અન્વયે મોરબી જિલ્લામાં દિવ્યાંગ પારિતોષિક મેળવવા અંગે ઇચ્છુક દિવ્યાંગ કર્મચારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અથવા દિવ્યાંગ કર્મચારીઓને નોકરીમાં રાખનાર અધિકારીઓ, નોકરીદાતાઓ, પ્લેસમેન્ટ ઓફિસર અથવા સ્વરોજગાર કરતાં દિવ્યાંગ વ્યક્તિઓએ નિયત નમુનામાં અરજી પત્રક ભરીને જરૂરી દસ્તાવેજો સાથે જોડીને બે નકલમાં આગામી તા. ૨૭/૦૩ સુધીમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, રૂમ નંબર ૨૧૪, બીજો માળ, સો-ઓરડી વિસ્તાર, મોરબી- આ સરનામા પર રૂબરૂ કે ટપાલના માધ્યમથી પહોંચાડવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે રાજ્યકક્ષાના અને રાષ્ટ્રીય કક્ષાના પારિતોષિક માટે અલગ-અલગ અરજી પત્રક ભરવાનું રહેશે. અને અધુરી વિગતોવાળી અને સુનિશ્ચિત સમય મર્યાદા બાદની અરજીઓનો સ્વીકાર કરવામાં આવશે નહીં. અરજી પત્રક વેબસાઇટ https://anubandham.gujarat.gov.in/notice-board પરથી મેળવી શકાશે અથવા અત્રેની કચેરી ખાતેથી વિના મુલ્યે કચેરી સમય દરમિયાન મળી શકશે. તેમ જિલ્લા રોજગાર અધિકારી, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

ખેલ મહાકુંભના વિજેતા ખેલાડીઓ જોગ

ખેલ મહાકુંભનાં ૨૦૨૫-૨૬માં સંસ્કરણમાં મોરબી જિલ્લા કક્ષાએ અનેક ખેલાડીઓ વિજેતા થયેલ છે.  આવા વિજેતા  ખેલાડીએ રોકડ પુરસ્કારનાં ફોર્મ જિલ્લા રમત ગમત કચેરી ખાતે જમા કરવવાના બાકી હોય તો તેવા તમામ વિજેતા ખેલાડીઓએ તા.૯/૩ ના રોજ સાંજે ૬:૦૦ કલાક સુધીમાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-મોરબી, ઓમ શાંતિ પ્રિ-સ્કૂલની સામે, સુર્યકીર્તિ-૧, મહારાણા પ્રતાપ સર્કલ, મોરબી-૨ જિ.મોરબી ખાતે જમા કરવાના રહેશે. અને નિયત સમય મર્યાદામાં આવેલ અરજીઓને જ ધ્યાનમાં લેવામાં આવશે. સમય મર્યાદા બાદ રોકડ પુરસ્કાર બાબતે કોઈ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહિ જેની તમામ શાળાઓ, આચાર્યઓ, શિક્ષકઓ,  ખેલાડીઓએ ખાસ નોંધ લેવા જિલ્લા રમત ગમત અધિકારીની યાદીમાં જણાવાયું છે.






Latest News