મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબી સિરામિક યુનિટમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત


SHARE











મોરબી સિરામિક યુનિટમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા જાંબુડીયા ગામે સીરામીક યુનિટમાં કામ દરમિયાન ઇલેક્ટ્રીક શોટ લાગવાથી યુવાનનું મોત નીપજેલ છે.બનાવને પગલે નોંધ કરીને તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે જાંબુડીયા ગામ પાસે આવેલા મેક્સ ગ્રેનાઇટો નામના યુનિટના લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતો સુમિત શ્યામનારાયણ ચૌહાણ નામનો ૨૩ વર્ષનો મજૂર યુવાન કારખાનાની અંદર ગ્લેઝલાઈનમાં કામ કરતો હતો.ત્યારે તેને ઇલેક્ટ્રિક શોટ લાગ્યો હતો.જેથી તેનું મોત નીપજયું  હતું.બનાવને પગલે ડેડબોડીને અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યુ હતુ.બનાવની જાણ થતા હાલ તાલુકા પોલીસ મથકના બળદેવભાઈ દેત્રોજા દ્વારા નોંધ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

શોભેશ્વર રોડ ખાતે સામસામે મારામારી

મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર આવેલા હોમ ડેકોર નામના કારખાનામાં સામસામે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં લોખંડના પાઇપ અને ધોકા વડે સામસામે મારામારી થતા માથા તથા શરીરે ઇજાગ્રસ્ત હાલતમાં જીતુભાઈ રામલાલ યાદવ (૩૨) રહે.હોમ ડેકોર સિરામિક પાસે શોભેશ્વર રોડ, પ્યારેલાલ સોહનપ્રસાદ યાદવ (૪૫), મુલાયમસિંહ મહાવીરસિંહ નિશાદ (25) રહે.હોમ ડેકોર સીરામીક પાસે શોભેશ્વર રોડ, શિવરત્ન શ્યામબાબુ નિષાદ (૩૦) અને અરૂણ અનિલભાઈ નિશાદ (૨૩) રહે.બંનેટાઇટન સિરામિક ઉચી માંડલ પાસે હળવદ રોડ મોરબી ને ઇજાઓ થયેલ હોય સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જે પૈકી  પ્યારેલાલ સોહનપ્રસાદ યાદવની હાલત નાજુક જણાતા તેમને વધુ સારવાર વખતે અત્રેની ખાનગી નક્ષત્ર હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.બનાવની બી ડિવિઝન પોલીસને જાણ થતા સ્ટાફના મૌમજીભાઈ ચૌહાણ દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.






Latest News