મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન નમો સેવા ગાથા અંતર્ગત વાંકાનેર તાલુકામાં બે સ્થળોએ શેરી નાટકના કાર્યક્રમો યોજાયા
Breaking news
Morbi Today

હળવદમાં સરકારી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા તપનભાઈ દવે કરી શિક્ષણ મંત્રીને કરી રજૂઆત


SHARE







હળવદમાં સરકારી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ કરવા તપનભાઈ દવે કરી શિક્ષણ મંત્રીને કરી રજૂઆત

હળવદ ખાતે સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ પ્રવાહ સાથે સરકારી કોલેજ શરૂ કરવાની માંગ સાથે મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી અને હળવદ શહેર ભાજપ પ્રમુખ તપનભાઈ દવે દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

તપનભાઈ દવેરજૂઆતમાં જણાવ્યુ છે કે, મોરબી જિલ્લામાં આવેલ હળવદ શહેર તથા આસપાસના ૬૦ થી વધુ ગામોના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણની સુવિધાનો અભાવ છે. હાલ ધો. ૧૨ બાદ વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે મોરબી, સુરેન્‍દ્રનગર અથવા અન્ય શહેરોમાં જવું પડે છે, જેના કારણે આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને દીકરીઓ માટે દૂર શહેરોમાં અભ્યાસ કરવો અનેક પડકારો ઉભા કરે છે. જેથી કરીને હળવદ ખાતે સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ પ્રવાહ સાથેની સરકારી કોલેજ શરૂ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને ઘર આંગણે જ સસ્તું ઉચ્ચ શિક્ષણ ઉપલબ્ધ થશે. જેથી કરીને રાજ્ય સરકાર વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને હળવદ ખાતે સરકારી કોલેજ તાત્કાલિક શરૂ કરે તેવી માંગ કરી છે.




Latest News