મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં મુસ્લિમ યુવાનની હત્યા કરીને લાશને સળગાવી દફન કરી દેનાર 7 પૈકીનાં 5 ની ધરપકડ: બે કાર કબ્જે લીધી


SHARE







મોરબીમાં મુસ્લિમ યુવાનની હત્યા કરીને લાશને સળગાવી દફન કરી દેનાર 7 પૈકીનાં 5 ની ધરપકડ: બે કાર કબ્જે લીધી

મોરબીમાં જમીન લે-વેચનું કામ કરતો મુસ્લિમ યુવાન ગુમ થયો હતો જે યુવાનની હત્યા કરીને તેની લાશને પીપળી અને બેલા ગામની વચ્ચે બંધ પડેલા કારખાનામાં ખાડામાં સળગાવી દેવામાં આવી હતી જે બનાવમાં મૃતક યુવાનના દીકરીની ફરિયાદ લઈને પોલીસે 7 શખ્સો સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે હાલમાં મુખ્ય સૂત્રધાર સહિત કુલ મળીને 5 આરોપીઓની ધરપકડ કરેલ છે

મોરબીમાં રમેશ કોટન મીલની બાજુમાં રહેતા તાજમહંમદભાઈ ભટ્ટીને જમીનના સોદાના બહાને કારમાં બેસાડીને બાલુભાઈ અઘારા લાલબાગ સેવા સદન પાસેથી ગત 19 તારીખનાં રોજ લઈ ગયા હતા ત્યારે ત્યાર બાદ તે ગુમ થઈ ગયા હતા જેથી કરીને તેના પરિવારે પોલીસને ગુમસુધા ફરિયાદ આપી હતી અને શકદાર તરીકે બાલુભાઈ અઘારાનું નામ આપ્યું હતું જેથી પોલીસે આકરી પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને તાજમહંમદભાઈ ભટ્ટીની હત્યા કરી હોવાની અને તેની લાશનો બંધ કારખાનામાં સળગાવને નિકાલ કર્યો હોવાની કબૂલાત આપી હતી જેથી મૃતકની લાશને શોધી કાઢી હતી

આ બનાવ સંદર્ભે મૃતકના દીકરા રિયાઝભાઈ તાજમહંમદભાઈ ભટ્ટીની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ લઈને બાલુભાઈ થોભણભાઇ અઘારા, જીતેશભાઈ બાલુભાઈ ઝાલરીયા, રમેશભાઈ અરજણભાઈ અઘારા, વિશાલભાઈ રમેશભાઈ વાઘડીયા, ભાવેશભાઈ થોભણભાઈ અઘારા જયદીપભાઇ કાનાભાઈ શેરસિયા અને થોભણભાઈ ઘેલાભાઈ અઘારા સામે હત્યાનો ગુનો નોધવામાં આવેલ હતો. અને મોરબીના ડીવાયએસપી જે.એમ.આલ પાસેથી મળતી માહિતી મુજબ આરોપી થોભણભાઈ અઘારા સાથે મૃતકે જમીનના સોદા કરાવેલ હતા અને રૂપિયા મેળવી લીધા હતા જો કે, દસ્તાવેજો કરાવેલ ન હતા જેથી તે બાબતે રૂપિયા કઢાવવા માટે થઈને મૂતક યુવાનને કારમાં બેસાડીને ભડિયાદ ગામ પાસે આવેલ બાલુભાઈના ફાર્મ હાઉસ ખાતે લઈ ગયા હતા

ત્યાર બાદ બાલુભાઇ અઘારાએ તાજમહંમદભાઈને પ્લાસ્ટિકના પાઇપ વડે, જીતેશભાઈએ લાકડાના ધોકા વડે અને બાકીના આરોપીઓએ ઢીકાપાટુનો મારમાર્યો હતો જેથી ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું અને બનાવ હત્યામાં પલટયો હતો હાલમાં આ ગુનામાં બી ડિવિઝન પીઆઇ વી.એન.પરમાર અને તેની ટીમે આરોપી બાલુભાઈ થોભણભાઇ અઘારા, રમેશભાઈ અરજણભાઈ અઘારા, વિશાલભાઈ રમેશભાઈ વાઘડીયા, જયદીપભાઇ કાનાભાઈ શેરસિયા અને થોભણભાઈ ઘેલાભાઈ અઘારાની ધરપકડ કરેલ છે. વધુમાં અધિકારી જણાવ્યુ હતું કે, ભડિયાદ નજીક તા 19 ના રોજ તાજમહંમદભાઈની હત્યા કરી નાખવામાં આવી હતી તે દિવસે મોડી રાતે ખાનગી વાહનમાં તેની લાશને શિવાય કોલ નામનું કારખાનામા લઈ ગયા હતા અને ત્યાં જમીનમાં ખાડો ખોદીને તેમાં તાજમહમદભાઈની બોડીને મૂકી હતી અને લાકડા ઉપર ડીઝલ જેવો જવલંતશીલ પદાર્થ  છાંટીને બોડીને સળગાવી નાખી હતી. આટલુ જ નહીં ખાડો બુરવા માટે ઉપર માટી નાખી હતી અને પછી સિમેન્ટથી ધાબુ કરીને પુરાવાનો નાશ કર્યો હતો.

હાલમાં પોલીસે આ ગુનામાં 7 પૈકીનાં મુખ્ય આરોપી બાલુભાઈ અઘારા અને તેના પિતા થોભણભાઈ અઘારા સહિત 5 આરોપીને પકડવામાં આવેલ છે અને ગુનાના કામે વપરાયેલ ફોર્ચ્યુનાર સહિતની બે કાર અને ધોકા પાઈપાને કબ્જે લેવામાં આવેલ છે અને પકડાયેલા આરોપીઓના રિમાન્ડ લેવા માટેની તજવીજ હાથ ધરી છે. અને બીજી બાજુ આ ગુનામાં હજુ જીતેશભાઈ બાલુભાઈ ઝાલરીયા અને ભાવેશભાઈ થોભણભાઈ અઘારા નામના બે આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે. 






Latest News