મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

વાંકાનેરના વિઠ્ઠલપરથી સામથેરવા ગામ વચ્ચેથી 11 લાખના 3680 મીટર એલ્યુમિનિયમ વાયરની ચોરી: 5.31 લાખનું કર્યું નુકશાન


SHARE













વાંકાનેરના વિઠ્ઠલપરથી સામથેરવા ગામ વચ્ચેથી 11 લાખના 3680 મીટર એલ્યુમિનિયમ વાયરની ચોરી: 5.31 લાખનું કર્યું નુકશાન

વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપરથી સામથેરવા ગામની વચ્ચે હાલમાં સોલાર અને વિન્ડ વિદ્યુત ઉત્પન્ન કરવાનું કામ કરતી કંપનીના વાયરો ફીટ કરવા માટેની કામગીરી ચાલી રહી છે દરમિયાન જુદા જુદા સમયે કુલ મળીને 3680 મીટર એલ્યુમિનિયમ વાયર જેની કિંમત 11,04,000 થાય છે તેની ચોરી કરવામાં આવેલ છે અને 1770 મીટર જેટલા વાયરના કાપીને ટુકડા કરીને 5.31 લાખનું નુકશાન કર્યું છે જેથી કંપનીના ડિરેક્ટર દ્વારા નોધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ઉપર અવધ ચોકની બાજુમાં આવેલ રાધા રેસીડેન્સી-2 ખાતે રહેતા જયેશભાઈ મધુભાઈ સાંજવા (39)એ અજાણ્યા શખ્સની સામે ચોરી અને નુકશાનની ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે તેઓ ઓપેરા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એડિશનલ ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે અને ઓપેરા કંપનીએ ક્લીન મેક્સ એનર્જી સોલ્યુશન લિમિટેડ કંપનીના પેટા કોન્ટ્રાક્ટ રાખી સોલાર બેન્ડથી વિદ્યુત ઉત્પન્નનું કામ વાંકાનેર તાલુકામાં ચાલુ કરેલ છે અને વીજ પરિવહન માટે વઘાસીયાથી સામથેરવા સુધીની વીજ લાઈન નાખવાનું કામ ચાલુ હોય એલ્યુમિનિયમના વાયર જુદાજુદા સમયે કુલ મળીને 3680 મીટર વાયર જેની કુલ કિંમત 11. 04 લાખ રૂપિયા થાય છે તેની ચોરી કરવામાં આવેલ છે અને અલગ અલગ દિવસે કુલ મળીને 1770 મીટર વાયર જેની કિંમત 5,31,000 થાય છે તે એલ્યુમિનિયમ વાયર કાપીને કટકા કરીને નુકસાની કરી તારના કટકા મૂકીને નાસી ગયેલ છે જેથી હાલ કંપનીના ડિરેક્ટર દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News