મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીનો ડીપી બનાવવાનું કામ કરતી એજન્સી અધિકારીઓની બેઠક યોજાઈ


SHARE











મોરબીનો ડીપી બનાવવાનું કામ કરતી એજન્સી અધિકારીઓની બેઠક યોજાઈ

મોરબી શહેરના સર્વાંગી અને સુવ્યવસ્થિત વિકાસ માટે મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળ તથા મોરબી મહાનગરપાલિકા દ્વારા મુસદ્દારૂપ વિકાસ યોજના (Development Plan) તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. આ વિકાસ યોજના અંતર્ગત શહેરના ભવિષ્યના વિકાસને ધ્યાનમાં રાખી માર્ગોનુ આયોજન, ટ્રાફિક નિયંત્રણ વ્યવસ્થા, પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા, જાહેર સુવિધાઓ તથા રહેણાંક,વાણિજ્ય અને ઔધોગિક હેતુ માટે વિકાસશીલ વિસ્તારોનુ આયોજન જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવશે.

મુસદ્દારૂપ વિકાસ યોજના તૈયાર કરવાની પ્રક્રિયામાં નિયુક્ત એજન્સી સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી રહી છે. જેના માટે તાજેતરમાં આ કામ માટે નિયુક્ત થયેલ એજન્સી સાથે બેઠક યોજાઈ હતી. જેમાં ભવિષ્યના વિકાસ અંગેના આયોજન પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આગામી તબક્કામાં વિવિધ સ્ટેકહોલ્ડર્સ સાથે પરામર્શ કરવા માટે વિશેષ બેઠક યોજવામાં આવશે. શહેરના ઉદ્યોગ, વેપાર, રિયલ એસ્ટેટ, શિક્ષણ, આરોગ્ય અને સામાજિક ક્ષેત્ર સાથે સંકળાયેલ વિવિધ એસોસિયેશનોના પ્રમુખઓ તથા પ્રતિનિધિઓને આ બેઠકમાં આમંત્રિત કરવામાં આવશે.

જે બેઠક દરમિયાન મુસદ્દારૂપ વિકાસ યોજના અંગે ઉપસ્થિત પ્રતિનિધિઓ પાસેથી સૂચનો અને અભિપ્રાયો મેળવવામાં આવશે. તથા પ્રાપ્ત સૂચનોના આધારે નજીકના ભવિષ્યમાં ખુબ ઝડપથી મુસદ્દારૂપ વિકાસ યોજનાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે તથા મોરબી શહેરના તમામ વિસ્તારોમાં વિકાસ પરવાનગી સંબધિત મંજૂરીઓ  મુસદ્દારૂપ વિકાસ યોજનાને અનુરૂપ  શરૂ  કરવામાં આવશે. જેથી મોરબી શહેરનો સુઆયોજિત વિકાસ થઇ શકે.






Latest News