મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરના વઘાસિયા પાસે કંપનીની ઓફિસમાં કોન્ટ્રાક્ટરના બાકી બિલ બાબતે એક શખ્સે બોલાચાલી કરીને મશીનરીમાં કર્યું નુકશાન


SHARE







વાંકાનેરના વઘાસિયા પાસે કંપનીની ઓફિસમાં કોન્ટ્રાક્ટરના બાકી બિલ બાબતે એક શખ્સે બોલાચાલી કરીને મશીનરીમાં કર્યું નુકશાન

વાંકાનેર નજીક આવેલ વઘાસિયા ગામની સીમમાં એસોસીએટેડ પાવર સ્ટ્રક્ચર લિમિટેડ કંપનીની ઓફિસમાં કોન્ટ્રાક્ટરના બાકી બિલના રૂપિયા બાબતે બોલાચાલી કરીને ફરિયાદી તથા સાહેદોને ગાળો આપવામાં આવી હતી અને પ્રિન્ટર મશીનમાં હાથ મારીને 15,000 નું નુકસાન કરવામાં આવ્યું હતું જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં એક શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે

મૂળ ઓરિસ્સાનો રહેવાસી અને હાલમાં વાંકાનેરના નવાપરામાં ચામુંડા સ્ટોરની બાજુમાં રહેતો આયુષ અંતરયામી બીસ્વાલ (44) નામના યુવાને ગેલાભાઈ ખંભલા રહે. ગુંદિયાવાળ તાલુકો સાયલા વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે વઘાસીયા ગામની સીમમાં એસોસીએટેડ પાવર સ્ટ્રક્ચર લિમિટેડ કંપનીની ઓફિસ આવેલી છે ત્યાં ફરિયાદી અને સાહે હાજર હતા ત્યારે કોન્ટ્રાક્ટના બાકી બિલના રૂપિયા બાબતે આરોપીએ ત્યાં આવીને બોલાયેલી કરી હતી અને ફરિયાદી તથા સાહેદોને ગાળો આપી હતી અને ત્યાં રાખવામાં આવેલ પ્રિન્ટર મશીનમાં હાથ મારીને 15 હજાર રૂપિયાનું નુકસાન કર્યું હતું જેથી કરીને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

વાહન અકસ્માત

માળીયા મીંયાણાના અંજીયાસર પાસે માળીયા મીંયાણા હાઇવે ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં સુનિલ કેસરભાઈ વસુનીયા (૨૫) અને દારૂભાઈ બેલાભાઈ શિંગાડીયા (૨૦) બંને રહે.ભચાઉ કચ્છને ઇજાઓ પહોંચી હોય માળિયાની હોસ્પિટલે સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અહીંની સિવિલે લાવવામાં આવ્યા હતા પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી.જ્યારે માળિયા મીંયાણાના નાના દહિંસરા ગામે રહેતા ફારૂકભાઈ જુમાભાઇ સુમરા નામનો ૩૨ વર્ષનો યુવાન છોટાહાથી વાહન લઈને જતો હતો તે સમયે માળિયાના સરવડ અને ચાંચાવદરડા વચ્ચે વાહન પલ્ટી મારી જવાના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં ફારૂકને સારવાર માટે અહીંની ખાનગી હોસ્પિટલે ખસેડાયો હતો.બનાવને પગલે મોરબી એ ડિવિઝન પોલીસ મથકના ભગવાનભાઈ ખટાણા દ્વારા પ્રાથમિક તપાસ કરીને વધુ તપાસ માટે માળિયા (મિં.) પોલીસને જાણ કરવામાં આવી હતી. #morbi






Latest News