ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સરવડ ગામ પાસે બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં બે બાળકી  સહિત કુલ ત્રણ વ્યક્તિને ઇજા


SHARE











માળીયા (મી)ના સરવડ ગામ પાસે બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં બે બાળકી  સહિત કુલ ત્રણ વ્યક્તિને ઇજા

ટંકારા તાલુકાના ઘુનડા ગામેથી યુવાન તેની દીકરી અને ભત્રીજીને બાઈકમાં બેસાડીને માળીયા મિયાણાના મોટી બરાર ગામે તેની દીકરી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હોય ત્યાં મૂકવા માટે જતો હતો ત્યારે સરવડ ગામ નજીક અન્ય બાઇક ચાલકે તેના બાઈકની સાઈડ કાપીને તુર્તજ વળાંક લીધો હતો જેથી કરીને અકસ્માત થયો હતો જેમાં યુવાન અને તેની દીકરી તેમજ ભત્રીજીને ઈજાઓ થયેલ હતો જેથી તેઓને સારવાર માટે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મૂળ લૂંટાવદર ગામના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના ઘુનડા ગામ ખાતે રહેતા અને મજૂરી કામ કરતા પ્રભુલાલ અરજણભાઈ વાઘેલા (46એ બાઈક નંબર જીજે 23 એએ 6237 ના ચાલક સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છેકે, માળિયા જામનગર હાઇવે રોડ ઉપર સરવડ ગામ પાસે આવેલ સરદારનગર નજીકથી તેઓ પોતાનું બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે તેના બાઈક ઉપર તેમની દીકરી પ્રાચી તથા ભત્રીજી સુમન સાથે બેઠેલા હતા અને આ સમય દરમિયાન આરોપીએ ફરિયાદીના બાઇકની સાઈડ કાપીને અચાનક સરવડ ગામ બાજુ પોતાના બાઈકનો વણાંક વાળી લીધો હતો જેથી ફરિયાદીના બાઈક સાથે તેનું ટાયર અથડાયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદી યુવાનને મોઢામાં તાળવાના ભાગે ફ્રેક્ચર તથા નાક ઉપર અને ડાબા પડખામા ફ્રેક્ચર જેવી ઈજા થયેલ છે તેમજ તેની દીકરી અને ભત્રીજીને પણ હાથે પગે ઇજાઓ થઈ હતી જેથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં બાઈક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે વધુમાં ફરિયાદી પાસેથી મળતી વિગત પ્રમાણે તેઓની દીકરી પ્રાચી હાલમાં મોટી ગામે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે ત્યાં તેને મુકવા માટે જતા હતા અને તેમની ભત્રીજી સુમનને પણ આગામી વર્ષથી ત્યાં અભ્યાસ માટે મૂકવાની હોય તે ત્યાં હોસ્ટેલ અને શાળા જોવા માટે થઈને તેઓની સાથે જતી હતી દરમ્યાન અકસ્માતનો બનાવ બન્યો છે જેમાં ત્રણેય વ્યક્તિઓને ઈજા થયેલ છે

પરિણીતાને પતિ સહિતના સાસરિયાનો ત્રાસ

ટંકારા તાલુકાના હમીરપર ગામે રહેતા જ્યોતિબેન દિવ્યેશભાઈ ઉભડિયા (31એ હાલમાં મોરબી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશને તેના પતિ દિવ્યેશભાઈ નિલેશભાઈ ઉભડિયા, સાસુ સરોજબેન નિલેશભાઈ ઉભડિયા, જેઠ જયદીપભાઇ નિલેશભાઈ ઉભડિયા અને જેઠાણી પીન્ટુબેન જયદીપભાઇ ઉભડિયા રહે.બધા ખેવારીયા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીને તેના પતિ, સાસુ, જેઠ અને જેઠાણી દ્વારા નાની નાની બાબતોમાં તેમજ ઘરકામ બાબતે અને કરિયાવર બાબતે હેરાનપરેશન કરી દુખ ત્રાસ આપવામાં આવતો હતો જેથી મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

#morbi






Latest News