મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

હળવદના ગોલાસણ ગામે પત્ની સાથે બોલાચાલી બાદ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત


SHARE







હળવદના ગોલાસણ ગામે પત્ની સાથે બોલાચાલી બાદ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત

હળવદના ગોલાસણ ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનને ઘરની નાની નાની બાબતોમાં તેના પત્ની સાથે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ પત્નીએ છોકરા રાખવાનું યુવાનને કહ્યું હતું. જે બાબતે યુવાનને લાગી આવ્યું હતું જેથી તે યુવાન વાડીએ હતો ત્યારે ઝેરી દવા પી ગયો હતો માટે તેને સારવારમાં પ્રથમ હળવદ અને ત્યાંથી મોરબી સુધી લાવ્યા હતા જો કે સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પત્નીએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ એમપીના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં હસમુખભાઈ માણાવદરિયાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા સુરસિંહભાઈ કેકડિયાભાઈ ધાણક (43) નામના યુવાને વાડીએ હતો ત્યારે ત્યાં પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેને પ્રથમ સારવાર માટે હળવદને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતુ જેથી કરીને આ બનાવની મૃતક યુવાનના પત્ની ઉર્મિલાબેન સુરસિંગભાઈ ધાણક (40) રહે. હાલ ગોલાસણ હળવદ વાળાએ હળવદ પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનને તેના પત્ની ઉર્મિલાબેન સાથે ઘરની નાની નાની બાબતોએ બોલાચાલી થતી હોય તેના પત્ની છોકરા રાખવાનું યુવાનને કહેતી હતી જેથી મનમાં લાગી આવતા યુવાને પોતે પોતાની જાતે ઝેરી દવા પીધી હતી અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું છે. તેવી વિગત પ્રાથમિક તપાસમાં સામે આવી છે જેની પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

સારવારમાં
મોરબીના રેલ્વે સ્ટેશન નજીક આવેલ રેનબસેરા પાસે રહેતા જનકભાઈ નટવરલાલ પંડ્યા નામના ૬૫ વર્ષના આધેડને બીમારી ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા અને તેમના કોઈ વાલીવારસ ન હોય પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે નોંધ કરી તપાસ કરી હતી.જ્યારે મોરબીના લીલાપર રોડ માળીયા ખાતે રહેતા માણેકબેન સુરેશભાઈ દલવાડી નામના ૩૦ વર્ષના મહિલાને તબેલા પાસે મારામારીના બનાવમાં ઈજા થતા માણેકબેનને સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

બાળકી સારવારમા
મોરબીના રવાપર ગામે આલાપ રોડ ખોડીયાર પાર્ક વિસ્તારમાં રહેતા પરિવારની ધ્યાના રવિભાઈ વાંસદડિયા નામની આઠ વર્ષની બાળકી પિતા સાથે બાઈકમાં જતી હતી ત્યારે રસ્તામાં પડી ગઈ હોય સારવાર માટે લઈ જવામાં આવી હતી.જ્યારે મોરબીના કંડલા બાયપાસ કામધેનુ પાસે મહાવીરનગર વિસ્તારમાં રહેતા રામસજીવનભાઈ અસરફીભાઈ યાદવ નામના ૫૮ વર્ષના વૃદ્ધને મારામારીના બનાવના ઈજા થતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News