મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વાધરવા ગામ પાસે બંધ ટ્રકની પાછળ ટ્રક અથડાતાં યુવાનનું મોત


SHARE







માળીયા (મી)ના વાધરવા ગામ પાસે બંધ ટ્રકની પાછળ ટ્રક અથડાતાં યુવાનનું મોત

હળવદ માળીયા હાઇવે રોડ ઉપર આવેલ વાધરવા ગામના પાટીયા પાસે ટ્રક બંધ પડ્યો હતો અને તેની પાછળથી ટ્રક ટ્રેલર લઈને આવી રહેલા યુવાને તેનું વાહન અથડાવ્યું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં યુવાનને ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે બંધ પડેલા ટ્રકના ડ્રાઇવરની ફરિયાદ લઈને પોલીસે મૃતક યુવાની સામે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ રાજસ્થાનના રહેવાસી ગોવિંદ સુખદેવ ચૌધરી (26)એ હાલમાં ટ્રક ટ્રેલર નંબર જીજે 36 વી 5367 ના ચાલક મૃતક લવકુશ રમાશંકર પટેલ (23) રહે. વાધરવા ગામની સીમ નવકાર કોર્પોરેશન નામની કંપનીમાં તાલુકો માળીયા મીયાણા મૂળ રહે. ઉત્તર પ્રદેશ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે હળવદ માળિયા હાઇવે ઉપર વાધરવા ગામના પાટીયા પાસે ફરિયાદીનો ટ્રક નંબર આરજે 14 જીએન 7679 બંધ પડ્યો હતો તેની પાછળના ભાગ મૃતક લવકુશ પટેલે પોતાના હવાલા વાળો ટ્રક અથડાવ્યો હતો. જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં લવકુશ પટેલને ગંભીર ઇજાઓ થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું અને ટ્રકમાં તેની સાથે બેઠેલ અન્ય યુવાનને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે ટ્રક ચાલકે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News