મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના અંજીયાસર પાસેનો બનાવ: પાવર ગ્રીડ કંપનીના 13.50 લાખના વાયરની ચોરી, 5 લાખનું કર્યું નુકશાન


SHARE











માળીયા (મી)ના અંજીયાસર પાસેનો બનાવ: પાવર ગ્રીડ કંપનીના 13.50 લાખના વાયરની ચોરી, 5 લાખનું કર્યું નુકશાન

માળીયા (મી)ના અંજીયાસર ગામની સીમમાં કારખાનાની બાજુમાં હાલમાં 765 કેવી લાકડીયા અમદાવાદ વીજ લાઈનનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે દરમિયાન ત્યાંથી અજાણ્યા શખ્સ દ્વારા 4500 મીટર જેટલો એલ્યુમિનિયમનો વાયર જેની કિંમત 13.50 લાખ થાય છે તેની ચોરી કરવામાં આવેલ છે તેમજ 6500 મીટર એલ્યુમિનિયમ વાયર, ઇન્સ્યુલેટર નંગ 12 અને સ્પેસર નંગ 35 તથા મેડિસિન્સ જોઈન્ટ નંગ 12 અને ડબલ આઈ સસ્પેન્શન ફીટીંગમાં 5 લાખ રૂપિયાની નુકસાની કરવામાં આવેલ છે જેથી કંપનીના કર્મચારી દ્વારા અજાણ્ય શખ્સની સામે ફરિયાદ નોધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ યુપીનો રહેવાસી અને હાલમાં મોરબીમાં આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટી હાઉસિંગ બોર્ડ પાસે રહેતા અને કલ્પતરુ પ્રોજેક્ટ ઇન્ટરનેશનલ લિમિટેડ કંપનીમાં નોકરી કરતા આશુતોષભાઈ દિનેશભાઈ ભારતીય (25)એ અજાણ્યા શખ્સની સામે માળીયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ચોરી અને નુકસાન બાબતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, માળિયા તાલુકાના અંજિયાસર ગામની સીમમાં કેમિકલના કારખાનાની બાજુમાં પાવર ગ્રીડ 765 કેવી લાકડીયા અમદાવાદ વીજ લાઈનનું કામ તેઓની કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે અને સ્થળ ઉપરથી 4500 મીટર એલ્યુમિનિયમ વાયરની જેની કિંમત 13.50 લાખ થાય છે તેની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે આ ઉપરાંત 6500 મીટર એલ્યુમિનિયમ વાયર તેમજ ઇન્સ્યુલેટર 12 નંગ, સ્પેસર 35 નંગ, મેડિસિન્સ જોઈન્ટ 12 નંગ, ડબલ આઈ સસ્પેન્શન ફીટીંગ 3 નંગમાં નુકસાની કરેલ હોય કુલ મળીને 5 લાખથી વધુની નુકસાની થઈ છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.






Latest News